________________
પ્રકરણ ૫
રાજકીય ઇતિહાસ (૧૯૪૭ થી ૧૯૬૦)
ગુજરાતની રાજકીય તવારિખમાં, ૧૯૪૭ થી ૧૯૬૦ ના સમય ઐતિહાસિક’ અને ‘નિર્ણાયક' બનીને આવ્યા હતા. આ વર્ષોમાં જ સુધલ અને પછી બ્રિટિશ શાસનની ચાલી આવતી પરાધીનતામાંથી ભારતે રાજકીય સ્વાધીનતા પ્રાપ્ત કરી અને એના એક ભાગરૂપે ગુજરાતે પણ મુક્તિની ખુલ્લી હવાના અનુભવ કર્યાં, પણ એની સાથે જ ગુજરાતે ખીજી એ વિષમ પરિસ્થિતિના સામનો કરવાને હતા : એક તા, સ ંખ્યાબંધ રજવાડાંઓમાં વીખરાયેલા પ્રદેશના વિલીનીકરણની પ્રક્રિયા ઝડપી અને પ્રભાવી બનાવવાની હતી અને ખીજું, મુલ કે બ્રિટિશ શાસન દરમ્યાન ગુજરાતનુ' સાંસ્કૃતિક અને પ્રશાસનિક એકમ થવા પામ્યુ' નહાતુ' તેનું નિર્માણ કરવાનું હતું, જેથી આ પ્રજાને પોતાની અસ્મિતા વ્યક્ત કરવાની પૂરતી તક મળી રહે.
આ બંને કામ ખૂબ કઠિન હતાં, કેમકે જે વિલીનીકરણ માટે તૈયાર થવાનું હતુ' તેમાં વર્ષોથી રાજ્યના અધિકાર ભાગવતાં નાનાં-મોટાં રજવાડાંઓને સ્વતંત્ર હિંદની સાથે ભેળવવા કોઈ પણ રીતે સમજાવવાં અને એ પછી કેંદ્રીય નેતાગીરીને ગુજરાતનું એક રાજકીય એકમ આપવા સહમત કરાવવી—આ કપરાં કાર્યોને માટે સબળ નેતૃત્વની આવશ્યકતા હતી.
સદ્ભાગ્યે સરદાર વલ્લભભાઈ પટેલની લેખડી પ્રતિભા વિલીનીકરણ માટે અસરકારક રીતે કામ લાગી. સ્વતંત્રતાના લેાહી અને હિજરતથી છવાયેલા માગ પરથી એ સમગ્ર કચ્છ-સૌરાષ્ટ્ર-ગુજરાતનાં રાજ્યોને વિલયના માગે" લઈ ગયા અને એમણે એકીકરણનું ઐતિહાસિક કાય બજાવ્યું. એ પછી થોડાંક વષ' તેા કામચલાઉ પ્રશાસનિક અને રાજકીય વ્યવસ્થા રહી, જેમાં સૌરાષ્ટ્રનુ અલગ રાજ્ય, કચ્છમાં કેંદ્રનું શાસન અને બાકીના ગુજરાતના મુંબઈ રાજ્યમાં સમાવેશ એ પ્રમાણે વ્યવસ્થા હતી. ધીમે ધીમે પ્રજાની ભાવનાનું પોષણ અને સ ંવર્ધન કરે તેવા ‘ગુજરાત'ના એકમની માંગ આકાર પામતી ગઈ. એને માટે લાંબી લડત અને સામસામા ઉગ્ર અભિપ્રાયાના એક તબક્કો આવ્યો. ત્યાર પછી, છેવટે, ૧૯૬૦ માં ગુજરાત રાજ્યનું નિર્માણ થયું.