________________
R દેશી રાજ્યો
૧૨૩
(૧૭) પાલીતાણા બહાદુરસિંહજી (રાજવ ૧૯૦૫-૧૯૪૮)
બહાદુરસિંહજી પુખ્ત ઉંમરના થતાં ઈ. સ. ૧૯૧૯ માં એમને રાજ્યનો સંપૂર્ણ વહીવટ સોંપવામાં આવ્યું હતું. તેઓ રમતગમતના શેખીન હતા. એમણે એમના રાજ્યના ક્રિકેટના ખેલાડીઓને પ્રેત્સાહન આપ્યું હતું. રાજ્યમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મફત હતું. તેઓ ચોખાઈ માટે આગ્રહી હતા અને પાલીતાણાની મ્યુનિસિપાલિટી આ માટે ખૂબ કાળજી પણ રાખતી હતી. એમના રાજ્યમાં હેટેલ ઉપર પ્રતિબંધ હતો. ૧૯૩૦ માં લેકે રાજ્યવહીવટમાં ભાગ લઈ શકે એ માટે એમણે પ્રજાપ્રતિનિધિ સભા સ્થાપી હતી. રાજ્યમાં કરવેરાનું પ્રમાણ ઓછું હતું. આઝાદી બાદ પાલીતાણા રાજ્ય સૌરાષ્ટ્ર રાજ્યમાં જોડાઈ ગયું હતું.૨૫
(૧૮) લાઠી પ્રતાપસિંહજી (૧૯૦૦-૧૯૧૮)
સુરસિંહજી ગોહિલ "કલાપી'ના પુત્ર પ્રતાપસિંહજી ૧૦-૬-૧૯૦૦ ના રોજ ગાદીએ બેઠા હતા. એમણે ૧૪-૧૦-૧૯૧૮ સુધી રાજ્ય કર્યું હતું. પ્રહૂલાદસિંહજી (૧૯૧૮-૧૯૪૮)
એમના પછી પ્રલાદસિંહજી ગાદીએ આવ્યા હતા. તેઓ સાહિત્યરસિક હતા અને “રાજહંસ'ના ઉપનામથી લખતા હતા. એમના શાસન દરમ્યાન લાઠી રાજ્ય સૌરાષ્ટ્ર રાજ્ય સાથે જોડાયું હતું. ૨૬
' (૧૯) ઈડર દેલતસિંહજી (૧૯૧૧-૧૯૩૨)
મહારાજ દેલતસિંહજીએ ઈ. સ. ૧૯૧૪ માં પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન ઇજિપ્તમાં શાહી ઘોડેસવારોની ટુકડીના નાયક તરીકે ભાગ લીધો હતો. આ ઉપરાંત ધન માણસ અને સાધનાથી બ્રિટિશ સરકારને એમણે ઘણી મદદ કરી હતી. એમની ગેરહાજરીમાં રાજ્યને વહીવટ એમની રાણીએ સંભાળ્યું હતું. યુદ્ધમાંથી પરત આવ્યા બાદ એમને લેફટનન્ટ કર્નલ'ને માનદ હોદ્દો આપવામાં આવ્યા હતા અને ૧૯૨૦ માં કે. સી. એસ. આઈ.ને ઇલકાબ આપવામાં આવ્યો હતો. એમના શાસન દરમ્યાન પ્રજામાં ઘણી જાગૃતિ આવી હતી અને લેકેએ દારૂના પીઠાનું પિકેટિંગ કર્યું હતું તેમ પરદેશી કાપડને બહિષ્કાર