________________
દેશી રાજ્યો
૧૧૫
એમણે રવીંદ્રનાથ ટાગોરનું સ્વાગત કર્યું હતું અને યુવક પરિષદ નિમિત્તે જવાહરલાલે રાજકોટની મુલાકાત ૧૯૨૯ માં લીધી ત્યારે એમનું પણ સ્વાગત કર્યું હતું. રાજ્યમાં વધારે શાળાઓ ખેલીને એમણે પ્રજાના શિક્ષણને ઉત્તેજન આપ્યું હતું. એમણે ખેડૂતોની સ્થિતિ સુધારવા પણ પ્રયત્ન કર્યા હતા. તેઓ સૌરાષ્ટ્રમાં પ્રગતિશીલ રાજવીઓમાં અગ્રગણ્ય હતા. ધર્મેદ્રસિંહજી (૧૯૩૯-૧૯૪૦)
લાખાજીરાજના મૃત્યુ બાદ ધર્મેદ્રસિંહજી ગાદીએ આવ્યા હતા. એમના શાસન દરમ્યાન રાજકોટ પ્રજામંડળે એમનાં જુલમી પગલાંઓ અને ભારે કરવેરા સામે લડત ઉપાડી હતી અને ગાંધીજીને ઉપવાસ કરવા પડ્યા હતા. પ્રદ્યુમ્નસિંહજી (રાજવ ૧૯૪૦–૧૯૪૮)
ધર્મેદ્રસિંહજીના અવસાન પછી એમના નાના ભાઈ પ્રદ્યુમ્નસિંહજી ગાદીએ આવ્યા હતા. ૧૯૪૨ માં મિલ-ઉદ્યોગની શરૂઆત થઈ હતી. સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતાં રાજ્ય એમાં જોડાઈ ગયું હતું. ૧૫
(૯) વાંકાનેર અમરસિંહજી (રાજવ ૧૮૯–૧૯૪૮)
વાંકાનેર-ઠાકર (રાજસાહેબ) અમરસિંહજીએ પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન બ્રિટિશ સરકારને લકર અને નાણાંની સહાય કરી હતી અને એમણે ફ્રાન્સની યુદ્ધભૂમિ ઉપર લડાઈમાં ખરેખર ભાગ લીધો હતો. એમની સેવા બદલ એમનું તોપનું માન વધારીને અગિયારનું કરવામાં આવ્યું હતું. ઈ. સ. ૧૯૧૮ માં ઈન્ડિયન પિટરી વર્કસ શરૂ કરવામાં આવ્યું હતું. પરશુરામ પોટરી વસે એ ખરીદી લેતાં એની કામગીરી સુધરી હતી. કાપડ અને સૂતરનું ઉત્પાદન કરવા રાજકોટ જિલ્લાની સૌથી પ્રથમ “અમરસિંહજી મિલ’ ૧૯૩૩ માં રાજ્યના સહકારથી શરૂ કરવામાં આવી હતી. વાંકાનેર રાજ્યનું પાવર-હાઉસ પણ હતું. ૧૯૪૭ માં રંગ બનાવવાનું કારખાનું શરૂ કરવામાં આવ્યું હતું. વાંકાનેરમાં ૧૯૧૪ માં વિદ્યાપ્રચારક મંડળ સ્થાપવામાં આવ્યું હતું. રાજ્યના પ્રોત્સાહનને કારણે વાંકાનેર નાનું રાજ્ય હોવા છતાં બીજાં રાજ્ય કરતાં ત્યાં ઔદ્યોગિકીકરણની વહેલી શરૂઆત થઈ હતી. રાજ્યની પ્રજાની સુખાકારી માટે એક હોસ્પિટલ રાજે શરૂ કરી હતી. ઈ. સ. ૧૯૪૭ માં દેશ આઝાદ થતાં ભારત સંઘ સાથે રાજયનું જોડાણ કરાયું હતું.૧૬