________________
૧૧૨
આઝાદી પહેલાં અને પછી
(૫) મોરબી
વાઘજી (૧૮૭૮-૧૯૨૨)
મેરબીમાં સર વાઘજી ઠાકોરે ૧૮૭૯ થી ૧૯૨૨ સુધી રાજ્ય કર્યું હતું. એમના કુશળ વહીવટને કારણે મોરબીને બીજાને બદલે પ્રથમ વર્ગના રાજ્યને દરજજો આપવામાં આવ્યું હતું. આ રાજા દાન આપવા માટે જાણીતા છે. સંગીત સાહિત્ય અને નાટ્યકલાના તેઓ શેખીન હતા.
લખધીરસિંહજી (રાજત્વ ૧૯રર-૧૯૪૮)
વાઘજી ઠાકોરનું ૧૧-૬-૧૯૨૨ ના રોજ અવસાન થતાં એમના પાટવી કુંવર લખધીરસિંહજી મેરબીની ગાદીએ બેઠા. તેઓ સાદા અને કપ્રિય રાજવી હતા. ૧-૧-૩૦ ના રોજ કે. સી. એસ. આઈ. ને ઈલકાબ મળે ત્યારે એમણે ખેડૂતની વિટી માફ કરી હતી. એમણે સનાળા-આમરણ રોડ (૧૯૨૫-૨૮) તથા મોરબી-ઘટીલા (૧૯૦૪-૩૪) અને મોરબી-નવલખી રેલવે લાઈન (૧૯૩૫) નાખીને વેપારને ઉત્તેજન આપ્યું હતું. મોરબી-વાંકાનેર લાઇનને મીટર-ગેજમાં ફેરવીને નવલખીને રાજસ્થાન અને ઉત્તર ભારત સાથેને સળંગ રેલવે-વ્યવહાર શક્ય બનાવ્યો હતો. ૧૯ર૭ માં મર્કન્ટાઈલ બૅન્ક શરૂ કરી હતી. એમણે અનાથાશ્રમ ધર્મશાળાઓ વગેરે બંધાવ્યાં હતાં. હરિજને માટે બે શાળા ખોલવામાં આવી હતી એમણે ગોવધ બંધ કરાવ્યું હતું. મેટા ભાગનાં ગામમાં પ્રાથમિક શાળાઓ હતી. એ ઉપરાંત દરેક ગામે ટેલિફોનની વ્યવસ્થા હતી. ઈ. સ. ૧૯૨૮ માં ગાંધીજીએ કસ્તૂરબા, સરદાર પટેલ, મહાદેવ દેસાઈ અને મિસ સ્લેડ (મીરાબહેન) વગેરે સાથે મોરબીની મુલાકાત લીધી હતી. ૧૯૩૧ માં ખાદીપ્રચાર તથા અન્ય રચનાત્મક પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ મુકાયું હતું અને કેટલાક કાર્યકર્તાઓ તથા ખાદી વેચતા સ્વયંસેવકેની ધરપકડ કરાઈ હતી તેમ સભા ભરવા ઉપર પ્રતિબંધ મુકાયું હતું, આથી ૨૧-૬-૧૯૩૧ ના રોજ મેરબી સત્યાગ્રહની શરૂઆત થઈ હતી. રાજ્ય બધા સત્યાગ્રહીઓને છેડી મૂકતાં સત્યાગ્રહનો અંત આવ્યો હતો. ૧૯૪૦માં રાજ્ય ટેનિકલ ઇન્સ્ટિટયૂટ શરૂ કર્યું હતું, જેમાંથી લખધીરસિંહજી ઇજનેરી કોલેજને જન્મ થયે છે.
સૌરાષ્ટ્ર રાજ્યની રચના વખતે રાજ્યના પ્રમાણમાં સૌથી વધારે રકમ મોરબી રાજે આપી હતી.૧૨