________________
દેશી રાજ્ય
૧૦૭
૧૯૨૧-૪૧ દરમ્યાન વડેદરા રાજ્યમાં ઔદ્યોગિકીકરણની શરૂઆત થઈ હતી. સયાજી મિલ ઈ. સ. ૧૮૮૫ માં રાજ્યના સહકારથી શરૂ કરાઈ હતી. ૧૯૨૩ માં યમુના મિલ અને ૧૯૩૫ માં દિનેશ વૂલન મિલ વડેદરામાં શરૂ કરાઈ હતી. સિદ્ધપુર કડી લેલ બીલીમોરા અને નવસારીમાં થઈ સાતેક મિલ શરૂ કરાઈ હતી. આ સિવાય તે મિલ દાળમિલ જિન-પ્રેસ અને દવા બનાવવાનાં કારખાનાં પણ શરૂ કરાયાં હતાં.
સયાજીરાવના શાસન નીચે વડોદરા રાજ્ય ભારતવર્ષનું અગ્રગણ્ય દેશી રાજ્ય બન્યું હતું, પણ લેકેની જવાબદાર રાજ્યતંત્રની માગણી તરફ સયાજીરાવ ઉદાસીન રહ્યા હતા. આ દેશભક્તિ અને દીર્ધદષ્ટિવાળા રાજવીનું અવસાન ૬-૨-૧૯૩૯ ના રોજ થયું હતું. પ્રતાપસિંહરાવ (રાજત્વ ૧૯૩૯-૧૯૪૯)
સયાજીરાવની હયાતી દરમ્યાન એમના જ્યેષ્ઠ પુત્ર ફતેહસિંહરાવ મૃત્યુ પામ્યા હતા તેથી હવે પૌત્ર પ્રતાપસિંહરાવ વડોદરાની ગાદી ઉપર ૭-૨-૧૯૩૯ ના રોજ બેઠા હતા. એમણે વડોદરા અને પુણેમાં અભ્યાસ કર્યો હતે. એમના શાસન દરમ્યાન એમણે ચૂંટાયેલા સભ્યોની બહુમતીવાળી ધારાસભાની નવાજેશ કરી હતી. નવું લેકજ્ઞ પ્રધાનમંડળ ૧૯૪૬ માં રચાયું ત્યારે પ્રજામંડળે ચૂંટણીમાં મેટા ભાગની બેઠકે કબજે કરી હતી. જીવરાજ મહેતા મુખ્ય પ્રધાન થયા હતા. પ્રતાપસિંહરાવે રૂ. ૨૨ લાખની મહેસૂલ ઘટાડી હતી. સયાજીરાવની સ્મૃતિમાં એક કરોડનું ભંડોળ એકઠું કર્યું હતું તેમાં રૂ. એક કરોડનું ઉમેરીને બે કરોડનું ટ્રસ્ટ એમણે કર્યું હતું. શરૂઆતમાં એમણે સારી રીતે શાસન ચલાવ્યું હતું, પણ પાછળથી સલાહકારની દેરવણીને લીધે એમના દાદાએ શરૂ કરેલી લેકકલ્યાણની પ્રવૃત્તિઓ થંભી ગઈ હતી. ઈ. સ. ૧૯૪૪ માં એમણે રાજ્યના કાયદા વિરુદ્ધ જઈને, રાણી શાંતાદેવી હોવા છતાં, સીતાદેવી સાથે બીજાં લગ્ન
ક્યાં હતાં અને રાજ્યનાં નાણાં વેડફી નાખ્યાં હતાં, આથી પ્રજામાં એમના વતન અગે તીવ્ર અસંતોષ પ્રવતતે હતા. ૧૯૪૭ માં સરકારી નોકરેએ અભૂતપૂર્વ હડતાળ પાડીને રાજ્યને નેકરોના પગાર-ધોરણમાં ૧–૧–૧૯૪૮ થી સુધારણા કરવા ફરજ પાડી હતી. ૧૯૩૯-૧૯૪૭ દરમ્યાન વડોદરામાં વધારે કારખાનાં ઊઘડ્યાં હતાં. ૧૯૪૭માં ભારત દેશ આઝાદ થયું ત્યારે વડોદરા રાજ્ય બંધારણસભામાં ભાગ લેવાની અને ભારત સંઘ સાથે જોડાવાની પહેલ કરી.
પ્રજામંડળના દબાણના કારણે પ્રતાપસિંહરાવે જવાબદાર તંત્રની માગણી સ્વીકારી ખરી, પણ તેઓ પ્રજામાં અપ્રિય થઈ પડયા હતા. પરિણામે તેઓ વડોદરાને મુંબઈ