________________
૯૬
આઝાદી પહેલાં અને પછી
ઉપવાસ આત્મશુદ્ધિ અને હરિજન સેવકોની યોગ્યતા વધારવા માટેના હતા. ૩૦-૯-૧૯૩૨ ના રોજ સવર્ણ હિંદુઓની સભા મુંબઈમાં મળી હતી અને અસ્પૃશ્યતાનિવારણ સંઘની સ્થાપના કરી હતી, જે પાછળથી હરિજન સેવા સંઘ બને. મંદિર પ્રવેશ માટે તથા સાવજનિક કૂવા ધર્મશાળા સ્મશાનઘર વગેરે હરિજન માટે ખુલ્લો મૂક્વા ઝુંબેશ શરૂ થઈ હતી. એના પ્રચાર માટે ‘નવજીવન’ સાપ્તાહિકને “હરિજન બંધુ' નામ આપ્યું અને ૧૮-૧૨-૩૨ અને ૩૦-૪-૧૯૩૩ ના દિવસ “હરિજન દિન” તરીકે ઊજવાયા હતા. ત્યારબાદ હરિજન–સપ્તાહની ઉજવણી શરૂ થઈ હતી. સાબરમતીને સત્યાગ્રહ આશ્રમ ગાંધીજીએ હરિજનોને ભેટ આપ્યો હતો. ખાદીકામ
ખાદીપ્રચારનું કામ ગાંધીજીએ શંકરલાલ બૅન્કરને સેપ્યું હતું. કાકીનાડામાં ખાદીમાં રસ લેનારાઓ ડે. રેયના નેતૃત્વ નીચે ભેગા થયા હતા અને અખિલ ભારત ખાદી-મંડળની રચના થઈ હતી. શકરલાલ બૅન્કર એના મંત્રી બન્યા હતા. ૧૯૨૪માં ખાદીસંગ્રહસ્થાન ઊભું કરાયું હતું. સુરત અને બારડેલીમાં જુગતરામ દવે તથા ચુનીભાઈએ નમૂનેદાર ખાદીકે દ્રો સ્થાપ્યાં હતાં. વડોદરા અને અમરેલીમાં એનું અનુકરણ થયું હતું. નડિયાદ ભરુચ આણંદ વડોદરા પાલનપુર અને જામનગરમાં પ્રથમ અને ત્યાર બાદ નવસારી અને ભાવનગરમાં ખાદીભંડારો. શરૂ થયા હતા. સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્ર રચનાત્મક સંધે ખાદી પ્રવૃત્તિ સાવરકુંડલા તરવડા રાજકોટ મઢડા બોટાદ ગોંડળ ધ્રાંગધ્રા વગેરે સ્થળોએ મણિભાઈ ત્રિવેદી રતુભાઈ અદાણી વગેરેના સહકારથી અપનાવી હતી. ગ્રામોદ્યોગ
ખાદી સિવાય અન્ય ગૃહ-ઉદ્યોગોના વિકાસ માટે ગ્રામ-ઉદ્યોગ સંઘની સ્થાપના ૧૪-૧૨-૧૯૩૪ ના રોજ કરવામાં આવી હતી. એમાં હાથછડના ચોખા, હાથઘંટીએ દળેલ લેટ, મધમાખ-ઉછેર, શેરડી અને તાડને ગેળ, ઘાણીનું તેલ, ચર્મોદ્યોગ, હાથકાગળ બનાવવાની પ્રવૃત્તિ, અખાદ્ય તેલમાંથી સાબુ બનાવવા વગેરે પ્રવૃત્તિઓને સ્થાન મળ્યું હતું.
દારૂબંધી
મજૂરો તથા અન્ય લેકે દારૂની બદીને કારણે પાયમાલ થતા હતા. ભાવનગર રાજ્ય ૧૯૧૯ માં દારૂબંધી દાખલ કરી હતી." તાડીના ગોળ અને નીર અંગે ગજાનંદ નાયકે દક્ષિણ ગુજરાતમાં સારું કામ કર્યું હતું. ૧૯૪૦ના સત્યાગ્રહ