________________
આઝાદી પહેલાં અને પછી
એઓ ત્રીજા ભાગના મત ધરાવતા હતા તેથી સુભાષચંદ્ર બહુમતી પ્રાપ્ત કરી શક્યા ન હતા.૨૨
૧૯૩૯ માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે સમાજવાદીઓએ બ્રિટિશ સરકારને ટેકે ન આપો એવું વલણ અખત્યાર કર્યું હતું અને એની સામે આઝાદી માટે સીધી લડત શરૂ કરવા મંતવ્ય વ્યક્ત કર્યું હતું. લશ્કરી ભરતીના કાયદાને વિરોધ કરીને તેઓએ દાહોદમાં સળગતી મશાલવાળું સરઘસ કાઢયું હત. ૨૩ કોંગ્રેસ સમાજવાદી પક્ષમાંથી સામ્યવાદીઓને દૂર કરવા નિર્ણય લેવાયો હતું અને ગુજરાતના સમાજવાદી પક્ષનું વિસર્જન કરી કમળાશંકર પંડ્યાને તંત્રવાહક તરીકે જ્યપ્રકાશે નીમ્યા હતા. ૨૪ રામગઢ અધિવેશન પછી વર્ધામાં કોંગ્રેસ કારોબારી સાથે સમાજવાદીઓની કાર્યવાહક સમિતિ મળી અને સત્યાગ્રહની અનિવાર્યતા સ્વીકારાઈ વ્યક્તિગત સત્યાગ્રહમાં સમાજવાદી વિચારસરણીવાળા કાર્યકરેએ ભાગ લઈ જેલવાસ સ્વીકાર્યો હતે. સમાજવાદીઓએ ગાંધીજીની ભારત છોડો' લડતને ટેકો આપ્યો હતો.૨૫ ૮-૮-૧૯૪૨ ના રોજ લડતને ઠરાવ થયા બાદ સમાજવાદી પક્ષની કારોબારીના સભ્યોની ધરપકડ થઈ હતી. ગુજરાતમાં તથા અન્યત્ર કેટલાક સભ્યોએ ગુપ્ત વાસ સ્વીકારી અંગ્રેજી શાસન સામે લડત ચાલુ રાખી હતી. છોટુભાઈ પુરાણી અને એમના સાથીઓ આમાં અગ્રેસર હતા. વલસાડમાં કમળાશંકર પંડ્યા તથા શ્રીકાંતે સાથે મળી લડતમાં સહકાર આપવા મસલત કરી હતી. કમળાશંકર પંડ્યા ભૂગર્ભમાં ગયા ન હતા અને એમની ૧૪-૮-૪૨ ના રોજ ધરપકડ થઈ હતી. નીરુ દેસાઈ, નરભેરામ પોપટ, બાબુલાલ મારળિયા, ઠાકરભાઈ શાહ વગેરેની ધરપકડ થઈ હતી. ભરૂચના વિદ્યાથી કાર્યકરે યોગેશ દેસાઈ સજજનલાલ તલાટી વગેરેએ ઠાકરલાલ શાહને ટેકો આપી લડતમાં સાથ આપ્યો હતે. સમાજવાદી નેતાઓ પૈકી અમ્યુત પટવર્ધન, અરુણા અસફઅલી, રોહિત દવે, પીટર અવારીસ વગેરે ભૂગર્ભમાં રહીને પ્રવૃત્તિ કરતા હતા. ગુજરાતમાં અમદાવાદ સિવાયના બધા સમાજવાદીઓ કમળાશંકર પંડ્યા સાથે હતા.૨૦ સમાજવાદીઓએ ૧૯૪૨ની ચળવળ દરમ્યાન ભાંગફોડની પ્રવૃત્તિ અપનાવી હતી અને જરૂર પડ્યે અહિંસાને ત્યાગ કરી હિંસક પ્રવૃત્તિ શરૂ કરી હતી. ૧૯૪૭ની શરૂઆતમાં સમાજવાદી પક્ષનું કાનપુર અધિવેશન ભરાયું ત્યારે એમણે કોંગ્રેસ શબ્દ રદ કર્યો. આમ સ્વતંત્ર સમાજવાદી પક્ષ ૧૯૪૭ થી અસ્તિત્વમાં આવ્યો.૨૮ સામ્યવાદી પક્ષ
ભારતના જે બુદ્ધિજીવીઓને ગાંધીજીની અહિંસાની તથા વર્ગ મેળની અને ટ્રસ્ટીશિપની ફિલસૂફી માન્ય ન હતી તેઓ રશિયાની સામ્યવાદી વિચાર