________________
૮૪
આઝાદી પહેલાં અને પછી
૧૯૩૪ માં કેંગ્રેસ સમાજવાદી પક્ષની કારોબારીએ અશોક મહેતા, રામમનોહર લેહિયા અને દિનકર મહેતા વગેરેની સમિતિની ભલામણ મુજબ મિલ કામદારોના અલગ ટ્રેડ યુનિયનની સ્થાપના કરી હતી. “હું સમાજવાદી કેમ થયો” એ અંગેની લેખમાળા કમળાશંકરે શરૂ કરી હતી. રોહિત મહેતા, રણધીર દેસાઈ અમેદ દેસાઈ, જનક દવે, છે. દાંતવાળા વગેરે સુરત જિલ્લાના આદિવાસી સિનેમાં કામ કરતા હતા. કમળાશંકર પંડ્યા રાજપીપળા અને પંચમહાલમાં કામ કરતા હતા. જીવણલાલ ચાંપાનેરિયાએ “સમાજવાદનાં મૂળ તો’ પુસ્તક લખ્યું હતું. હરિલાલ શાહ રેલવેના કામદારોના યુનિયનનું કામ સંભાળતા હતા. કમળાશંકર સમાજવાદી પક્ષ તથા કિસાન આંદોલનનું કાર્ય સંભાળતા હતા. ઇંદુલાલ યાજ્ઞિક ઇગ્લેન્ડથી આવ્યા બાદ કિસાન–ચળવળમાં જોડાયા હતા.૦
મીરાખેડીમાં ૨૬-૧-૧૯૭૬ ના રોજ ઝાલોદ-દાહોદ તાલુકાના કિસાનોનું સંમેલન થયું હતું તેમાં જમીનદાર શાહુકાર અને તાલુકદારોને પંપાળવાની સરકારની નીતિની ટીકા કરવામાં આવી હતી. દાહોદ-ઝાલેદ ખેડૂત સંધની રચના કરાઈ હતી અને ઈદુલાલ યાજ્ઞિક એના પ્રમુખ થયા હતા ને મંત્રી તરીકે કમળાશંકર પંડ્યાની વરણી થઈ હતી.૧૧
માતર તાલુકાના કિસાની ચળવળની આગેવાની ઈદુલાલ યાજ્ઞિકે લીધી હતી. ચોમાસું નિષ્ફળ ગયું છતાં ભારે આનાવારીને કારણે આંદોલન શરૂ થયું હતું. ૧૯૩૬ ના પહેલા અઠવાડિયામાં ખેડૂતોને પ્રતીકાર માટે એમણે તયાર કર્યા હતા. ઇંદુલાલ યાજ્ઞિકને નાકરની લડત શરૂ કરવાના બહાના નીચે હદપાર કર્યા હતા. ૧૨
ખેડા જિલ્લામાંના ઉમેટાના ઠાકોરે ખેડૂતોને જમીન ઉપર કાયમી હક રદ કર્યો હતો, આથી કમળાશંકર પંડ્યાની આગેવાની નીચે આંદોલન શરૂ થયું હતું. ઠાકરે ખેડૂતોને કાયમી હક સ્વીકારી મહેસૂલ-વધારે રદ કરીને સમાધાન સ્વીકાર્યું હતું. ૧૩
કિસાની તકલીફ ને ફરિયાદ અંગે ૧૯૩૬ ના માર્ચમાં ઇંદુલાલ કિસાન પત્રિકા' શરૂ કરી હતી. ઈદુલાલ યાજ્ઞિક કિસાન-સભાના મંત્રી બન્યા હતા.૧૪
ઇદુલાલે ગુમાસ્તા અને ચાલીઓના ભાડૂતને પ્રશ્ન હાથ ઉપર લીધો હતે. બખલેએ મુંબઈની ધારાસભામાં ગુમાસ્તાધારા અંગેને ખરડે દાખલ કર્યો હતું. આ અંગે અમદાવાદમાં ગુમાસ્તા પરિષદ ભરાઈ હતી અને છેવટે કામના કલાક નક્કી થયા હતા.૧૫
૧૯૩૬ માં કેગ્રેસ પક્ષ ૧૯૩૫ ના હિંદ કાયદાની વિરુદ્ધ હતું એમ છતાં કેંગ્રેસે ચૂંટણીઓમાં ભાગ લીધે અને ગવર્નર એમના વહીવટમાં માથું ન મારે