________________
ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું શાસન
Fe
ભારે પડતા ફેરફારને લીધે પ્રજાનાં મન ઉશ્કેરાયા વિના અને પેાતાની મેળે ગભરાટમાં પડયા સિવાય, અતિશય સલાહ શાંતિથી, બ્રિટિશ સત્તા અને બ્રિટિશ વહીવટ સ્થાપવામાં આવ્યાં.૨૩
આમ વહીવટી પરિસ્થિતિમાં પરિવર્તન લાવવાની પ્રક્રિયા પ્રથમ તબક્કે અમુક પરિસ્થિતિને યથાવત્ જાળવી રાખીને એક પ્રકારની વહીવટી નાજુકાઈથી સભાળી લેવામાં આવી હતી.
જૂના ખેડા જિલ્લાનાં પરગણાં જ્યારે પ્રથમ બ્રિટિશ હાથમાં આવ્યાં ત્યારે એ સર્વે કલ વાકરને સ્વાધીન કરાયાં અને એના ઉપર એના આસિસ્ટન્ટા વહીવટ ચલાવવા લાગ્યા. બધા કારભાર એના જૂના ધેારણ પ્રમાણે ચાલવા દીધા અને બધી વાતની ખરી હકીક્ત શી છે એ વિશે કાંઈક બાતમી મેળવવા સિવાય ખીજુ કાંઈ પણ કરવામાં આવ્યું નહિ. જ્યારે નિયમસર કલેકૂટર ઠરાવવામાં આવ્યા ત્યારે પણ લાંબા વખત સુધી ચાલતા વહીવટ જારી રાખવામાં આવ્યા.૨૪
મહેસૂલખાતામાં અને ન્યાયખાતામાં પણ એવી સાવધાનીપૂર્વક ફેરફાર કે પરિવર્તન કરવાના પ્રયત્ન થયા હતા.૫
ગુજરાતમાં બ્રિટિશ સરકારની સ્થાપના થવાથી ત્યાંના એક ભાગના લોકા મુસીબત નીચે આવી પડયા તા પણ ઘણા ભાગને તેથી લાભ થયા. ગરાસિયા નબળા પડી ગયા અને દબાઈ ગયા. દેસાઈ અને પટેલ સહિત બધા વતનદાર પાસેથી અધિકાર અને સત્તા છીનવી લેવામાં આવ્યાં ને એને બદલે એમના અંગનું અને એમની મિલકતનું નિર્ભયપણું એમને આપવામાં આવ્યું. મહેસૂલની રીતિમાં ફેરફાર કરવામાં આવ્યા તથા નાણાવટીએને એમના લાભનું એક મેટુ કામ મળતું બંધ થઈ ગયુ. અને ઘણાં બધાં દેશી સંસ્થાન પડી ભાંગ્યાં, તથા માલમિલકત સરખી રીતે વહેચાઈ ગઈ, તેયા વેપારની પડતી થવાથી પણ એક ખીજું નુકસાન થયું. ભાટ લેાકાર૬ એક વાર ગુજરાતમા વજનદાર થઈ પડયા હતા તે હવે કશા લેખામાં રહ્યા નહિ અને રૈયત જે અગાઉ દુઃખ સહન કરતી હતી તેને બદલે ઘણું ધન સુખ તેમ નિર્ભયપણું પામી, જે વેપારના કામમાં લાગેલા હતા તે અને ગરાસિયાઓ એ બે જ વર્ગના લાકે ખેદ જણાવતા. હવે વંશપરંપરાના ઠાકાર રહ્યા નહિ, સ્થાપિત લશ્કરી નાયક રહ્યા નહિ, અને વિદ્યા અથવા ધર્મને દેખીતું પણ સ્વાર્પણુ કરવાથી પ્રતિષ્ઠાને પાત્ર થાય તેવા માણુસ પણુ રહ્યા નહિ. રૈયતના લાને બ્રિટિશ રાજ્ય સુખદાયક થઈ પડયું. એ રાજ્યે પીડારાઓના હલ્લા થતા બંધ કરી નાખ્યા, અંદરખાનેની અવ્યવસ્થા થતી અટકાવી, સમ અને નિષ્પક્ષપાત ન્યાય આપવા માંડયો અને