________________
કરંણુ ૩
ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન (ઈ. સ. ૧૮૧૮–૧૮૫૮)
સન ૧૮૧૮ માં પેશવાઈ સત્તા બંધ પડી અને ગુજરાતમાં અંગ્રેજો સર્પારિ સત્તાધિકારી થઈ પડથા, જોકે એ પૂર્વે કેટલાક મુલક એમના કબજામાં આવી ગયા હતા. બ્રિટિશ શાસનનાં પગરણ
એ નવી સત્તાની સ્થ:પના સાથે જે યુગ મંડાયા તેને આપણે ‘અર્વાચીન યુગ'નું નામ આપીશું તેા એ યેાગ્ય અને બંધખેસતું થઈ પડશે.૧
ઈ. સ. ૧૮૧૮ સુધીમાં બ્રિટિશ ઇન્ડિયા કંપનીને ગુજરાતમાં જે કેટલાક મુલક મળ્યા તે પાંચ જિલ્લામાં વહે ચાયેલા હતા. પ્રારભમાં ગુજરાતના પાંચ જિલ્લાનુ રાજકીય ગાન કેવી રીતે તૈયાર થયુ' એને ઇતિહાસ જોવે જરૂરી ખની રહે છે. સમગ્ર ગુજરાત એકી સાથે બ્રિટિશ શાસન હેઠળ આવ્યું નહેાતુ સુરત સાથેના વેપારને અનુષંગીને સંબંધ લગભગ સત્તરમી સદીથી હતા. ત્યારપછી ભરૂચ અમદાવાદ ખેડા અને છેલ્લે પાંચમહાલ સાથેના સંબંધ વિકસ્યા હતા. આ જિલ્લાઓમાં જે સંજોગામાં બ્રિટિશ શાસન આવ્યું તેને ટૂંક ખ્યાલ કરી લઈએ.
(૧) સુરત : ઈ. સ. ૧૭૫૯ થી ઈ. સ. ૧૮૦૦ દરમ્યાન તેઓ શહેર કિલ્લે અને આસપાસના કેટલાક પ્રદેશના માલિક બન્યા હતા. મુંબઈ સરકારે ઈ. સ. ૧૮૦૦ ના ધારા નંબર ૧ બહાર પાડયો હતા, જેના દ્વારા કલેક્ટરની નિમણૂક કરવાની હતી. ૧૮૦૨ માં એડવર્ડ ગલ્લે સુરતને પ્રથમ કલેક્ટર બન્યા હતા અને ઍલેક્ઝાંડર રામ્સે સુરત શહેરના ન્યાયાધીશ અને મૅજિસ્ટ્રેટ તરીકે નિમાયા હતા.
ઈ. સ. ૧૮૦૨ માં ગાયકવાડે કેટલાક પ્રદેશે પરને હક્ક જતા કર્યા હતા અને એ પ્રદેશાને સુરત કલેક્ટરેટમાં સમાવી લેવામાં આવ્યા હતા. આને કારણે સુરત પાસે આવેલ ચારાસી તેમજ ચીખલીના પેટાવિભાગ પાડવામાં આવ્યા હતા. કેટલાક બાકી રહેલા પ્રદેશા ઈ. સ. ૧૮૧૬ અને ૧૮૧૭ માં બ્રિટિશરાના હાથમાં આવ્યા હતા. ૧૮૩૯ માં પારડી `દર અને પાસેનાં પાંચ ગામડાંનું જોડાણ થયું હતુ.