________________
અગ્રેજોના ગુજરાત સાથેના પૂર્વ–સપ
૫૧
ડહાપણ નહિ લાગતાં એણે ફેરવી તાલ્યું અને લગ્નની દરખાસ્ત નકારી કાઢી. પેશવાનું અપમાન કરવા સબબ પંઢરપુર મુકામે ત્રયંબક ડે ગળેએ (જુલાઈ, ૧૮૧૫ માં) એનું ખૂન કરાવી નાખ્યું, ખૂનના આ ગુના સબબ અંગ્રેજો પેશવા પર ભારે રાષે ભરાયા. એમણે ખૂનીનેા હવાલા મેળવવા ઉપરાંત ખૂનના બદલામાં ગાયકવાડનું પેશવા પ્રત્યેનુ' તમામ દેવું માફ કરાવી દીધું.૪૩
શાસ્ત્રીના ખૂન બાદ દીવાનપદે આવવા માટે સીતારામે ભારે ઉધામા કર્યો, પણ ફત્તેસિંહરાવે એને ફાવવા દીધા નહિ. બીજી બાજુ રેસિડેન્ટે શાસ્ત્રીના અનુગામી તરીકે ગાયકવાડ અને અગ્રેને વચ્ચે મધ્યસ્થી બની શકે તેવા ધાકજી દાદાજીની નિમણૂક કરાવી (૨૦-૨-૧૮૧૬), પણ ફત્તેસિંહરાવે એને અગ્રેજો-તરફી બીજો શાસ્ત્રી જ ગણી લીધા. ફત્તેસિંહરાવનું વલણ આથા અંગ્રેજો પ્રત્યે અહિષ્ણુ બનતું ચાલ્યું અને એની તથા રેસિડેન્ટની વચ્ચે મતભેદ વધતા ગયા.૪૪ આખામ`ડળના વાઘેરાની લૂંટફાટની પ્રવૃત્તિ ખૂબ વધી હતી તેને ડામવા કર્નલ વોકર અને એના અનુગામી તરીકે વડાદરાના રેસિડેન્ટ તરીકે આવેલા કૅપ્ટન કોંક પગલાં લીધાં હતાં, પણ એ પ્રવૃત્તિ જડમૂળથી નાબૂદ થઈ નહેાતી. છેવટે ૧૮૧૬ માં કુલ ઈસ્ટનને મેકલીને અંગ્રેજોએ વાઘેરાને શરણે આણ્યા.૪૫
૧૮૧૭ માં દેશભરમાં અંગ્રેજો વિરુદ્ધ વાતાવરણ રચાયું અને મરાઠા સંધના અધ્યક્ષ તરીકે અ ંગ્રેજો વિરુદ્ધ પગલાં લેવામાં આગેવાની લેવાનું પેશવા પર દબાણુ થવા લાગ્યું. અંગ્રેજોને આ કાવતરાની જાણુ થતાં એમણે પેશવાને પોતાના અંકુશ નીચે લઈ એની સાથે પુણેના કરાર કરી લીધા (તા. ૧૩-૬-૧૮૧૩). આ કરારમાં ગુજરાતને લગતી બાબતોના સમાવેશ થતા હતા. પેશવાએ ગાયકવાડ પાસેથી ચાર લાખ રૂપિયા લઈ ભૂતકાળના પોતાના બધા હક્કદાવા જતા કર્યા. એણે અમદાવાદને ઇજારા વાર્ષિક સાડા ચાર લાખ રૂપિયા૪૬ લઈ ગાયકવાડને કાયમ માટે આપી દીધા. પાછળથી આ રકમ લેવાના હક્ક પેશવાએ અંગ્રેજોને આપી દીધે. પેશવાએ સહાયકારી સેના રાખવાના ખર્ચ પેટે અંગ્રેજોને સૌરાષ્ટ્રમાંથી ખડણી ઉઘરાવવાના પેાતાના હક્ક પણ આપી દીધા, તદુપરાંત જંબુસર આમેાદ દહેજખારા ડભાઈ બહાધરપુર અને સાવલી પણ એમને આપ્યાં. હકીકતે અમદાવાદ અને એલપાડ સિવાયના ગુજરાતમાંના બધા પેશવાઈ પ્રદેશ અ'ગ્રેજોને મળ્યા. આ કરારથી ગાયકવાડને પેશવાના આધિપત્યમાંથી સોંપૂર્ણપણે મુક્તિ મળી અને એ સ્વતંત્ર રાજા બન્યા, વળો પેશવાઈને ગુજરાતમાં અંત આવી ગયા. પુણેના કરારના અન્વયે ગાયકવાડ સાથેના કરારામાં પણ ફેરફાર કરવામાં આવ્યા. એ વર્ષોંના નવેમ્બરમાં એ માટે પૂરક કરાર થયા અને પછીના વર્ષે એટલે કે નવેમ્બર ૧૮૧૮ માં