________________
બ્રિટિશ કાય સિંધિયાએ વડોદરા રાજ્યની વિકટ પરિસ્થિતિને લાભ ઉઠાવવા માટે પેશવાને વાર્ષિક ૧૦ લાખ આપીને અમદાવાદને ઇજા ગાયકવાડ પાસેથી લેવાની તજવીજ કરવા માંડી. બીજી બાજુ સિંધિયાને કલકત્તાના ગર્વનર જનરલ માસ ઐફિ વેલેસ્લી સાથે સંઘર્ષમાં ઊતરવું પડયું. ગર્વનર-જનરલની સૂચનાથી સિંધિવાના તાબાને ભરૂચને કિલેક (૨૯-૮-૧૮૦૩) અને પાવાગઢને કિલ્લે (૧૭-૮૧૮૦૩) સર કરી લેવામાં આવ્યા. પાછળથી સિંધિયા અને અંગ્રેજ સરકાર વચ્ચે સુરજી અંજનગાંવની સંધિ (ડિસેમ્બર, ૧૮૩) થતાં અંગ્રેજોએ પેશવા તથા ગાયકવાડ પરના સિંધિયાના કેટલાક હક્ક મુકાવી દીધા. અંગ્રેજોએ પણ સિંધિયાને ભરૂચને પ્રદેશ પોતાની પાસે રાખી દાહોદ તેમજ પાવાગઢ પાછાં આપી દીધાં.
ઈ. સ. ૧૮૦૪માં અમદાવાદના ઈજારાની મુદત પૂરી થતી હતી. પુણેના રેસિડેન્ટ કર્નલ બેરી કલેઝે ભારે પ્રયત્ન પછી ગાયક્વાડ માટે વાર્ષિક ૪ લાખ રૂપિયાના ભાડાથી ૧૦ વર્ષને ઈજારો ફરીથી તાજો કરાવી આપો (૧૦-૧૦૧૮૦૪).૩૩ એ પછી વડોદરાના રેસિડેન્ટ ગાયકવાડ સાથે નવા કરાર કર્યા, જેમાં અગાઉના બધા કરારની જોગવાઈઓને સમાવેશ કરવામાં આવ્યો હતે. (૨૧–૪–૧૮૦૫). આ કરારથી અંગ્રેજોને સહાયકારી સેના રાખવાના બદલામાં ૧૧ લાખ ૭૦ હજારની ઊપજવાળાં ધોળકા નડિયાદ વીજાપુર માતર તથા મહુધા પરગણું મળ્યાં તેમજ કડી-ટપ અને કમી-કઠોદરા પણ અંગ્રેજોને અપાયાં. ગાયકવાડના બધાં જ દેશી-વિદેશી રાજ્ય સાથેના રાજકીય અને આર્થિક પ્રશ્નોમાં અંગ્રેજોને લવાદ રાખવાનું અને એમને નિર્ણય માન્ય ગણવાનું ઠર્યું.૩૪ આમ આ નિર્ણાયક સંધિથી અંગ્રેજોની વડોદરા પરની સર્વોપરિતા સ્પષ્ટ થઈ.
પેશવા સાથેની સાલબાઈની અને ત્યાર પછી વસઈની સંધિથી તેમજ ગાયકવાડ સાથેની આ સંધિથી ગુજરાતમાં અંગ્રેજોની સત્તાને વ્યાપક વિસ્તાર થયે. સુરત ચોવીસી અને સુરત અઠ્ઠાવીસી, ચીખલી પરગણું, ખેડાને કિલ્લે તથા જિલ્લે, ઘેળકા નડિયાદ માતર મહુધા તથા વિજાપુર પરગણું, કડી–ટપે, તાપી અને મહી વગેરેનાં જંબુસર સિનેર ડભાઈ આમોદ દહેજબારા ઓલપાડ હાંસેટ અને અંકલેશ્વર પરગણું ઉપરાંત ધંધુકા રાણપુર અને ઘોઘાનાં પરગણું તથા નાપાડ અને ખંભાતની ચોથ વગેરે એમને પ્રાપ્ત થયાં.૩૫
દીવાન રાવજી આપાજીના અવસાને (૧૮-૭–૧૮૦૩) દીવાન બનેલે એને દત્તક પુત્ર સીતારામ મહારાજ આનંદરાવને બેટી સલાહ આપતા અને એમની જાણ બહાર બેફામ ખર્ચ કરતે, આથી ધીમે ધીમે એ એને અપ્રિય થઈ પડ્યો. રાજ્યમાં આનંદરાવના નાના ભાઈ ફત્તેસિંહ ર જાની રાજ્ય-રક્ષક તરીકે પસંદગી