________________
અંગ્રેજોના ગુજરાત સાથેના પૂર્વ સંપર્ક
૪૩ સહાય આપવાનું સ્વીકાર્યું. કરાર મુજબ ભરૂચમાં કાઠી સ્થાપવા માટે રેસિડેન્ટ તરીકે જેમ્સ મોલેને મોકલવામાં આવે (એપ્રિલ, ૧૭૭૨). આ પહેલાં બનેલી એક ઘટનાથી નવાબને અંગ્રેજોમાંને વિશ્વાસ ઘટી ગયો હતો. બન્યું હતું એમ કે સંધિ કર્યા પછી નવાબ મુંબઈથી દરિયામાગે ખંભાત પાછો ફર્યો ત્યારે એણે પિતાની સાથેના રસાલાને ભૂમિમાર્ગે મુંબઈથી રવાના કરેલે. એ રસાલા પર મરાઠાઓએ આક્રમણ કરીને એમાંના ૧૦૦ માણસોને મારી નાખ્યા અને એમના ઘોડા છીનવી લીધા. નવાબે મરાઠાઓના આ કૃત્ય અંગે કંપનીને ફરિયાદ કરી, પરંતુ મુંબઈ સરકારે એના પર કંઈ ધ્યાન આપ્યું નહિ. નવાબે એને સંધિભંગ ગયે તેથી મોલે સાથે કંપનીએ મોકલાવેલ ભેટને એણે અસ્વીકાર કર્યો. મલેએ એને કંપનીનું અપમાન ગણ એની જાણ મુંબઈના ગવર્નરને કરી. એની સાથે ભરૂચની મહેસૂલી આવકનું ભારે અત્યુક્તિભર્યું વર્ણન કરી, અંગ્રેજોએ આ પ્રદેશ સર કરી લેવો જોઈએ એવી પણ એણે જોરદાર હિમાયત કરી.૧૨
અંગ્રેજોએ મેલેના હેવાલને આધારે ભરૂચ પર આક્રમણ કરવા બ્રિગેડિયર જનરલ ડરબનની સરદારી નીચે ખુશ્કી દળ અને સુપરિન્ટેન્ડેન્ટ વસનની સરદારી નીચે નૌકાદળ મુંબઈથી રવાના કર્યું. સેનાએ ભરૂચ પહેાંચી (તા. ૯-૧૧-૧૭૭૨) કેટને ઘેરો ઘાલ્યો. ૧૪ મી નવેબરે વેડરબર્ન મરાયે અને એનું સ્થાન રોબર્ટ ગોર્ડને લીધું. ભારે હલ્લો કરી છેવટે તા. ૧૮૧૧-૧૭૭૨ ના રોજ ભરૂચને કિલ્લે સર કરવામાં આવે. નવાબ શહેર છોડીને નાસી છૂટયો. અંગ્રેજોએ ત્યારબાદ શહેરમાં ભારે લૂંટ ચલાવી.૧૩
૪. મરાઠાઓના આંતરસંઘર્ષના લાભ ઉઠાવતા અંગ્રેજો
આ અરસામાં રઘુનારાથરાવ અને પુણેના પેશવા વચ્ચે આંતરસંઘર્ષ ઉગ્ર બન્યું. ગુજરાતમાં અડાસ નજીક આણંદ–મોગરી પાસે એને પેશવાના સેનાપતિ હરિપંત ફડકે સાથે લડાઈ થઈ, જેમાં રાઘબાને હારીને નાસવું પડયું. એ ખંભાત તરફ નાસી ગયો, પણ ત્યાંના નવાબ તરફથી આશ્રય ન મળતાં ખંભાતની અંગ્રેજ કેઠીના વડા મેલેટ એને આશ્રય આપે અને એને છૂપી રીતે ભાવનગર થઈ સુરત રવાના કરી દીધું. આ ઉપકારથી પ્રેરાઈને તેમજ પિતાને પેશવાઈનો હક્ક પુનઃ અપાવવામાં અંગ્રેજો સહાયભૂત થાય એમ છે એમ લાગતાં રાબાએ અંગ્રેજો સાથે સુરત મુકામે મૈત્રી કરાર કર્યા (૬–૩–૧૭૭૫). આ કરાર અંગ્રેજોને પિતાની સત્તાને પ્રસાર કરવામાં પહેલરૂપ બન્યા. કરાર અનુસાર અંગ્રેજોએ ૨,૫૦૦ સૈનિકોની ટુકડી અને યોગ્ય પ્રમાણમાં તોપખાનાની સહાય કરવાના બદલામાં ઉપર્યુક્ત વસઈ અને સાલસેટ ઉપરાંત થાણુ સહિતના મુંબઈના