________________
પાશ્ચાત્ય સંસ્કૃતિ : પ્રસાર પ્રભાવ અને પ્રત્યાઘાત
૧૦૦ પડી એનું માપ કાઢવું મુશ્કેલ છે, પણ જે રાજકીય આકાંક્ષાઓ સતેજ થઈ, જે રાજકીય સંચાલન શરૂ થયાં, તેને પરિણામે અંતે જતાં સ્વરાજ્યની ભાવના પિષાવી શરૂ થઈ. પરચક જેમને સવિશેષ ખૂંચતું હોય અને સ્વરાજ્ય મેળવવાના જેઓ હિમાયતી હોય તે એક રાજકીય નેતાવર્ગ તે બ્રિટિશ શાસકે સાથે મેળ પાડીને ક્રમે ક્રમે સ્વરાજ્યનું ધ્યેય સિદ્ધ કરવા માગતા હોય તેવો બીજો રાજકીય નેતાવર્ગ બેઉ ક્ષિતિજ ઉપર દેખાવા માંડ્યા. “સરસ્વતી ચંદ્ર”ના ત્રીજા અને ચોથા ભાગમાં ગોવર્ધનરામે જે રાજકીય પરામર્શ સંવાદરૂપે આપે છે તેમાં રાષ્ટ્રિય સ્વાતંયની આકાંક્ષા સાથે સંકળાયેલા વિવિધ પ્રશ્નોની છાયા પડી છે. આવી રાજકીય સભાનતા “હિન્દ અને બ્રિટાનિયામાં પણ દેખાય છે.
આટલે સુધી આવતાં ગુજરાતને સુશિક્ષિત વર્ગ જાણે કે યુગોનું અંતર વટાવીને નવી ફાળ ભરવા માંડે છે, સાંસ્કૃતિક અનુસંધાનો અને અનુમોદને શોધે છે, એટલું જ નહિ, ભાવ અને ભાષા ઉભયમાં ઊંડાણ સાધવાની દિશામાં પગલાં ભરતે જણાય છે."
પાદટીપ 9. Michael Edwardes, British India, p. 8 ૨. “અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન', ખંડ ૧, પૃ. ૮ ૩. એજન, પૃ. ૧૦ ૪. “અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન' (સંક્ષિપ્ત આવૃત્તિ), પૃ. ૩૨૭-૨૮ ૫. ચશવંત શુક્લ, “ભૂમિકા', ગુજરાતી સાહિત્યને ઈતિહાસ”, ગં. ૩, ૫. ૧-૧૦