________________
બ્રિટિશ હ મુદ્રણયંત્રોને રહ્યો. સર ચાર્લ્સ વૂડને ૧૮૫૪ ને શિક્ષણ અંગેને ખરીતે એવું અવશ્ય સ્થાપે છે કે ભારતવાસીઓની કેળવણીની જવાબદારી અંગ્રેજ શાસને સ્વીકારવી, પણ તેથી કંઈ એમણે ફરજિયાત પ્રાથમિક કેળવણી સુધ્ધાંની જવાબદારી સ્વીકારી હતી એમ નહિ કહી શકાય. માત્ર જ્યાં જ્યાં સામાજિક માંગ ઊઠી ત્યાં ત્યાં અંગ્રેજ શાસકેએ યત્કિંચિત્ મદદ કરી. અંગ્રેજી ભાષા શીખવાને ઉત્સાહ દેશના જાગ્રત વર્ગોમાં આપોઆપ પેદા થયો. જેમ મુસ્લિમ રાજઅમલ દરમ્યાન રાજદરબાર સાથે પ્રસંગ પાડવા માટે જાગ્રત વર્ગો ફારસીને ખપ કરતા હતા તે જ પ્રમાણે અંગ્રેજીને હવે મહિમા થવા માંડયો.
પણ અંગ્રેજોની ભાષા અને અંગ્રેજોની વિદ્યા એ બે જુદી વસ્તુ હતી. રાજા રામમોહન રાય અને બીજા ભારતીય અગ્રેસરોને આ વિદ્યાની ગરજ હતી, કેમકે એ વિદ્યા વાટે અંગ્રેજો વિજયી બન્યા હતા અને એ વિદ્યા વાટે જ નવા સંદર્ભમાં ભારતીય પિતાનું સર્વ પ્રસ્થાપિત કરી શકે એમ હતું. વાઈસરેય લેડ વિલિયમ બેન્ટિકના અમલ દરમ્યાન રાજા રામમોહન રાયે ભાર દઈને ભારતીયોની આ વિકાસકાંક્ષાની જિકર કરી એને ઈતિહાસ સુવિદિત છે. લેડ બેંકેલેની મિનિટૂસ પણ હવે સુખ્યાત છે. મૅકૅલેની માન્યતા હતી કે ભારતીય પુસ્તકના ગમે તેટલા ગંજ ખડકીએ તે પણ પશ્ચિમી વિદ્યાના બેચાર ગ્રંથની તેલે એ ન આવે. વળી, એને આગ્રહ જેઓ દેહના વર્ણથી અને લોહીથી ભારતીય હતા તેઓ પિતાનાં રુચિ અને વ્યવહારો પૂરતા અંગ્રેજ બને એ માટે હતું. આ અંગે જાગેલે વિવાદ અહીં પ્રસ્તુત નથી તેપણ મેંકેલેને આગ્રહ આપણું કેળવણું પૂરતો ફળે છે એમ ઈતિહાસ બોલે છે. પણ અંગ્રેજોની વિદ્યા અંગ્રેજી વાટે પ્રાપ્ત થાય એમાં અંગ્રેજોને સ્વાર્થ હતું તેથી શિક્ષણનું માધ્યમ અંગ્રેજી બન્યું. અંગ્રેજોની એથી સગવડ સચવાતી હતી, કેમકે રાજ્યવહીવટનાં અને બીજાં નિમ્ન સ્તરનાં કામ ભારતવાસીઓના સહકારથી જ થઈ શકે એમ હતું. પરિણામે અંગ્રેજી ભાષા દ્વારા માધ્યમિક અને ઉચ્ચ કેળવણી આપવી એમ ઠર્યું. આમ ભારતવાસીઓને કેળવણી વાટે અંગ્રેજી ભાષાને અને એ ભાષા દ્વારા અંગ્રેજી અને પશ્ચિમી સાહિત્યને અને એ સાહિત્ય દ્વારા પશ્ચિમી સાંસ્કૃતિક મૂલ્ય અને અભિગમને પરિચય થયે. આમ ૧૮ મા શતકમાં ભારતીય જીવનમાં પરિવર્તન આણનારું મહાન પરિબળ તે અંગ્રેજી સાહિત્ય છે. એ પરિવર્તન ઝીલવાને જે ઉત્સાહ ભારતીયોએ દાખવ્યું તેનાથી પરિવર્તનમાં વેગ પણ આવી શક્યો. પરિવર્તનની પ્રક્રિયા પ્રારંભે પ્રતિકારૂક્ષી નહિ તેટલી માનસિક અનુમોદનની રહી, તેથી એનું બાહ્ય સ્વરૂપ કાંતિનું ન રહ્યું, પણ શિક્ષિત