________________
પરિશિષ્ટ ૨ ગુજરાતમાં મ્યુઝિયમનાં પગરણ મ્યુઝિયમની વિભાવના ભારતમાં પશ્ચિમમાંથી આવી છે. પ્રાચીન ગ્રીસમાં Mouseion' એટલે Muses(વિદ્યાદેવીઓ)નું રાજ્ય – પવિત્ર મંદિર અને વિદ્યાનું ધામ ગણાતું. “મ્યુઝિયમ” શબ્દ ૧૫ મી સદી પછી સંખ્યાબંધ ખાનગી સંગ્રહને લાગુ પડ્યો. વર્તમાન સાર્વજનિક મ્યુઝિયમની પ્રવૃત્તિ પશ્ચિમમાં ૧૮મી સદીમાં વિકસી. ઇંગ્લેન્ડમાં એવા મ્યુઝિયમની સ્થાપના પહેલવહેલી એ સદીના મધ્યમાં થઈ. બ્રિટિશ મ્યુઝિયમની સ્થાપના પછી માત્ર ૪૦ વર્ષ ઈ.સ. ૧૭૮૬ માં ભારતમાં મ્યુઝિયમના સંગ્રહને પ્રારંભ થયો. ૧૭૮૪ માં સ્થપાયેલી બંગાળની એશિયાટિક સોસાયટીએ ૧૭૮૬ માં નક્કી કર્યું કે કલકત્તામાં એગ્ય સ્થળે પિતાનો એ સંગ્રહ કાયમી ધોરણે પ્રદર્શિત કરવો. ૧૮૧૪ માં એ ‘ઇન્ડિયન મ્યુઝિયમ તરીકે વિકસ્યું. આ પછી ૬૩ વર્ષે ગુજરાતમાં પ્રથમ મ્યુઝિયમ ભૂજમાં “કચ્છ મ્યુઝિયમ' નામથી અસ્તિત્વમાં આવ્યું.
બીજા દેશની માફક ભારતમાં પણ ત્યારે મ્યુઝિયમ એ store-house of curios (અજાયબીઓને કોઠાર) તરીકે ગણાતું હતું, પરંતુ મ્યુઝિયમનાં ધ્યેય અને ક્ષેત્ર એના કરતાં ઘણું વિશાળ છે, જે એની અદ્યતન વ્યાખ્યામાં પણ પ્રતિબિંબિત થાય છે– મ્યુઝિયમ એ સમાજ અને એના લેકની સેવા કરતી બિનનફાકારી કાયમી સંસ્થા છે, જે અધ્યયન સંશોધન અને પ્રમોદના પ્રયોજન માટે, માનવ અને પર્યાવરણના પાદાર્થિક પુરાવાનાં સંપાદન સંરક્ષણ સંશોધન પ્રદર્શન અને સંવેદન સાધે છે.”
હવે ગુજરાતનાં મ્યુઝિયમમાં ૧૯૧૪ સુધી કે અભિગમ રહ્યો એની સમીક્ષા કરીએ.
૧૯૧૧ માં ડો. જે. પી. ફેગલે સૌ પ્રથમ ભારતીય મ્યુઝિયમોની ડિરેકટરી તૈયાર કરી. એ ડિરેકટરીમાં ૩૮ મ્યુઝિયમના અસ્તિત્વને ઉલ્લેખ કરવામાં આવ્યું છે. એ પછી ૧૯૩૬ માં શ્રી એસ. એફ. માર્ગામ અને શ્રી એચ. હરગીસ દ્વારા ભારતીય મ્યુઝિયમનું સર્વેક્ષણ (પ્રથમ ભાગ) અને ભારતીય મ્યુઝિયમોની ડિરેકટરી (દ્વિતીય ભાગ) તૈયાર કરવામાં આવ્યાં. એ ડિરેકટરીમાં આપણા દેશમાં ૧૦૫ મ્યુઝિયમ અસ્તિત્વમાં હતાં એમ જણાવ્યું છે. આ