________________
ગુજરાતમાં પુરાતત્ત્વનાં પગરણ ન ઐતિહાસિક કહી શકાય. એથી આપણે એને આઘ-એતિહાસિક યુગ તરીકે ઓળખીએ છીએ. બ્રુસ ફૂટે આ જ યુક્તિ એવાં એતિહાસિક સ્થળના યુગવિભાજન માટે અપનાવી, જેને પિતે પિતાને જ્ઞાત કારણોસર પ્રાગૈતિહાસિક કે ઐતિહાસિક યુગમાં ન મૂકી શક્યા ! પરિણામે એવા અનેક પૂર્વ–મધ્ય-ઉત્તર ઐતિહાસિક પુરાવશેષોને ફૂટે –આદ્યઐતિહાસિક યુગમાં અને લોહયુગને આદ્યઅતિહાસિક યુગ પહેલાં મૂકેલા છે.*
સને ૧૯૦૫ સુધી એવી માન્યતા પ્રવર્તતી હતી કે ભારતને કાંસ્યયુગ નહોતો." ફૂટને સંખેડા તાલુકાના વડેલી ગામ પાસે ઓરસંગ નદીના કાંપના ભાઠાના તટપ્રદેશ ઉપરથી કાંસાની બંગડીને એક ટુકડે મળેલે, જેને તેઓ પ્રાગૈતિહાસિક ગણાવી નવપાષાણકાલીન માને છે, નહિ કે કાંસ્યયુગીય! એમની એકસાઈ કેમ થાપ ખાઈ ગઈ ? બાકી એમને જ સંખેડા તાલુકામાં આવેલ હિરણ નદીના જમણા તટે, ઉત્તર તરફ આવેલા સિગમ નામના જૂના સ્થળેથી, એમના મતે પ્રાગૈતિહાસિક સમયના, નવપાષાણયુગના, પુરાવશેષો સાથે ચાંપાનેર યુગના ઘેરા ભૂખરા રંગના સેનગીર રેતિયા પથ્થરમાંથી બનાવેલા હુકાના નાળચાને ટુકડે મળી આવ્યો તેથી તે મૂંઝવણમાં પડી ગયેલા કે વાકે –ડી–ગામાના અનુયાયીઓએ ઈસુની ૧૫ મી સદીમાં તમાકુ દાખલ કરી એ સમયને હુકકો બહુ જ પ્રાચીન યુગના ઠીકરા સાથે શી રીતે આવ્ય! એમના મિત્ર રોબર્ટ સેવેલ્લે એમના મનનું સમાધાન કરેલું કે તમાકુ પહેલા ગાજે પિવા એની “પાઈપીને એ ટુકડો હશે! એતિહાસિક યુગના પુરાવશેષોને પ્રાગૈતિહાસિક માનવાનાં આ પરિણામ! પરંતુ પગરણને કાલ આવે જ હોય. (ગ) ઐતિહાસિક પુરાતત્ત્વ
રોબર્ટ બ્રુસ ફૂટ જેને “લોહયુગ' તરીકે ઓળખાવે છે તે હકીકતે અંતિહાસિક યુગ જ છે. એમને તત્કાલીન વડોદરા રાજ્યનાં સાતેક સ્થળોએથી મળી આવેલા લેહના અવશેષોને “લોહયુગ” સાથે કશો સંબંધ નથી, એવો યુગ તે આજે પણ ચાલુ છે !
કેમ્પબેલે સને ૧૮૯૬ માં પ્રસિદ્ધ કરેલ બોમ્બે ગેઝેટિયર, વોલ્યુમ-૧, પાર્ટ–૧” માં સમાવિષ્ટ થતા “ઈ.સ. પૂર્વે ૩૦૦ થી ઈ.સ. ૧૩૦૦ સુધીને ગુજરાતને ઈતિહાસ તૈયાર કરવામાં પુરાતત્વ વિશે કશું લખવાને આશય નહોતું, પરંતુ પં. ભગવાનલાલ ઇંદ્રજીએ અને જેકસને તૈયાર કરી આપેલ નંધોના આધારે એ ઈતિહાસ લખાયે હોઈ પુરાતત્વીય સાધનોનો ઉપયોગ થયો હતો એમ કહી શકાય.
રાજકોટના વૅટૂસન સંગ્રહાલયના આ ગાળાના વાર્ષિક અહેવાલો પૈકી