________________
બ્રિટિશ કઇ
૧૮૧૪ કલકત્તા મુકામે સંગ્રહાલયની સ્થાપના થઈ. ૧૮૨૫ જેમ્સ ટોડની પશ્ચિમ ભારતની મુલાકાત. ૧૮૨૯ થી ૧૮૪૭ જેસ ફર્ગ્યુસને ભારતનાં પ્રાચીન સ્થાપત્યકીય સ્મારકેનું
સર્વેક્ષણ કર્યું. ૧૮૩૩-૩૮ જેમ્સ પ્રિન્સેપ વગેરેએ બ્રાહ્મી અને ખરાઠી લિપિને ઘણે ભેદ ઉકેલ્ય.. ૧૮૪૮ ડિસેમ્બરની ૨૬ મી તારીખે ફેન્સે “ગુજરાત વર્નાકયુલર સોસાયટીની”
સ્થાપના કરી. ૧૮૪૯ આસપાસ “બુદ્ધિપ્રકાશ' નામનું મંડળ અસ્તિત્વમાં આવ્યું. ૧૮૫૦ ઉક્ત મંડળે બુદ્ધિપ્રકાશ' નામના પાક્ષિક મુખપત્રની શરૂઆત કરી
આ જ સમયગાળાની આસપાસ કવિ દલપતરામ ડાહ્યાભાઈએ ફેબ્સની
રાસમાળા' માટે પ્રાચીન સાહિત્યની શોધમાં સહાયતા કરી. ૧૮૬૧ મુંબઈના ડે. ભાઉદાજીના સહાયક તરીકે શ્રી ભગવાનલાલ ઇંદ્રજીની
કામગીરી શરૂ, ૧૮૬ર ઍલેકઝાંડર કનિંઘમની ભારતના પ્રથમ પુરાતત્વીય સર્વેક્ષક તરીકે
નિમણૂક, કાર્યક્ષેત્ર ઉત્તર ભારત. ૧૮૬૩ ના ૨૦ મા કાયદાથી સ્થાપત્યકીય સ્મારકોના સંરક્ષણની જોગવાઈ
કરવામાં આવી. ૧૮૬૬ પુરાતત્વીય સર્વેક્ષકની જગ્યા નાબૂદ થઈ. ૧૮૭૧ કનિંઘમની ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના મહાનિદેશક તરીકે નિમણૂક
એમણે પિતાના કાર્યક્ષેત્રમાંથી પુરારક્ષણને બાદ કર્યું. ૧૮૭ર ઈન્ડિયન એન્ટિકવરી' નામે પુરાતત્વ–સામયિકની શરૂઆત. ૧૮૭૩ પશ્ચિમ ભારતીય પુરાતત્ત્વ–સર્વેક્ષણ નામના ખાતાની શરૂઆત. પુરા
તત્વીય સર્વેક્ષક તરીકે જેમ્સ બર્જેસની નિમણૂક. ૧૮૭૩ બ્રિટિશ સરકારે આદેશ બહાર પાડીને સ્થાપત્યકીય મહત્ત્વની તમામ
ઇમારતોનાં સંરક્ષણની કાળજી રાખવા પ્રાંતિક સરકારોને જણાવ્યું. ૧૮૭૪-૭પ જેમ્સ બજેસે કરછ–સૌરાષ્ટ્રનાં સ્થાપત્યકીય સ્મારકનું સર્વેક્ષણ કર્યું. ૧૮૭૪–૮૮ પુરાતત્વક્ષેત્રે પં. ભગવાનલાલ ઇંદ્રજીની સ્વતંત્ર કામગીરી. પ્રાચીન
સ્મારકના સંરક્ષણની જવાબદારી કેંદ્ર સરકારે લીધી.