________________
પરિશિષ્ટ (હુનરકલાએ)
શેર પથ્થરની કિંમત એના કદ અને ગુણ પ્રમાણે રૂ. ૩ થી ૫૦ સુધી બેસે છે. મણ પથ્થર હેય તેમાંથી સાફસૂફ કરી ઉપગમાં ૩ થી પ શેર જ આવે છે. પથ્થરનાં રંગ અને ગુણ પ્રમાણે ચશ્મદાર જામો સૂવા ભાજી ખારિયે આગિયો રાતડિયો દેશીદાર પીરોજ માઈ મરિયમ વગેરે જુદાં જુદાં નામ હોય છે. અકીકના પથ્થરોને છાણની ગરમીથી પકવવામાં આવે છે, જેથી વિવિધ રંગે ખીલી નીકળે છે.
ઘરેણાં તરીકે અકીકનાં માળા માદળિયાં પાટિયાં ખેંચી બાજુબંધ અંગૂઠીઓ બેરિયા બને છે. પ્યાલા રકાબી, ચપ્પના હાથા, શેતરંજનાં મહોરાં, પેન ખડિયો, તલવારની મૂઠ, પેપરવેઈટ પેપરકટર વગેરે બને છે. કાળા પથ્થરમાંથી એરિંગ વીંટીઓ અને બટ બને છે.
અકીકનું કામ મોટે ભાગે કણબી કારીગરે કરે છે. ડેળિયા પથ્થરને પોલિશ કરે છે, ઘસિયા ઘસે છે, વધારા વધે છે અને પટીમાર લાકડા ઉપર ઘસી પોલિશ કરે છે. આ ઉદ્યોગ માટે સામાન્ય રીતે સોનીના ઉપયોગનાં સાધન વપરાય છે. માત્ર હીરાને કાણું પાડવાની ખાસ ડ્રિલ આવે છે તેવી ડ્રિલ વિશિષ્ટ સાધન છે અને મણકા વગેરે બનાવવાનું કામ એનાથી સરળ પડે છે. ખંભાતમાંથી અકીકની વસ્તુઓ ચીન અરબસ્તાન યુરોપ, આફ્રિકાનાં ગોલ્ડસ્ટ, અને નાઈજીરિયામાં જાય છે, “ગુજરાત સર્વસંગ્રહમાં જણાવ્યા પ્રમાણે ખંભાતમાં બેથી ત્રણ લાખ રૂપિયાની અકીકની વસ્તુઓ બનતી હતી અને ખંભાતના નવાબની એના ઉપર પટકા નિકાસ–જકાત હતી. હડપ્પાકાલીન સ્થળોમાંથી અકીકના મણકો મળી આવે છે અને મધ્યપૂર્વના દેશો તથા આફ્રિકામાં પ્રાચીન સ્થળામાંથી ઉખનને દરમ્યાન મળી આવ્યા છે.૧૫ ૬. જરીસબ ઉદ્યોગ
કિનખાબ અને મખમલના કામમાં સોનેરી અને રૂપેરી તારકસબની જરૂર પડે છે. ગુજરાત સર્વસંગ્રહમાં જણાવ્યા પ્રમાણે તારકસબ બનાવવાનું કામ સુરત અમદાવાદ અને નવાનગરમાં થતું હતું. અમદાવાદ અને સુરતમાં ૧,૫૦૦ થી ૨,૦૦૦ કારીગર આ કામમાં રોકાયેલા હતા. નવાનગર(જામનગર)માં એમની સંખ્યા ૫૦ હતી. હવે સુરત સિવાય અન્યત્ર આ ઉદ્યોગ કેઈ સ્થળે ચાલતા નથી.
આ ઉદ્યોગને કા માલ રેશમી દેરાઓ, ચાંદી સોનું વગેરેની જર્મની ફાન્સ અને સ્વિલ્ઝરલૅન્ડથી આયાત થતી હતી. એક તોલા ચાંદીમાંથી ૧,૬૦૦ થી ૩,૦૦૦ વાર લંબાઈના તાર નીકળી શકે છે. ખૂબ ઝીણું તાર બનારસમાંથી મંગાવાતા હતા. ચાંદીને પાટલે તેમ મેકણ તારની મજૂરી આપીને પણ જરીના તાર સ્થાનિક