________________
પરિશિષ્ટ (હુનરકલાએ) રબારણ કે ઝીલ ઉપર ભૂંગાની ટાઢકમાં બનિયારી આવું ભરતકામ તે વાતો કરતાં કરતી જાય છે. ચોકસાઈભરી હથેટીથી થતા આ સુંદર ભરતકામની કલાપ્રણાલી એક સજીવ સંસ્કાર-વારસો બની રહે છે.”૧૦
૩. મેતીકામ
મોતીનાં તારણ, ઈ ઢોણું નાળિયેર પંખા ચપાટ ઢીંગલી ચાકળા ચંદરવા વગેરે ભરવાનું કામ અમરેલી જિલ્લાના કાઠી વસ્તીવાળાં ગામોમાં થાય છે. બગસરા એનું કેંદ્ર છે. અન્ય કેમોમાં પણ દીકરીને મોતી–ભરેલાં ઈ ઢાણી તથા પંખો અપાય છે, જયારે કાઠી કોમમાં ચાકળા ચંદરવા વગેરે આ ઉપરાંત અપાય છે. સૌરાષ્ટ્રનાં ગ્રામવિસ્તાર અને શહેરમાં આ ગૃહઉદ્યોગ પ્રચલિત છે. મોતીગૂંથણીના એકમોતી અને ત્રણ મોતીગૂંથણ એવા બે પ્રકાર છે.૧૧ સૌરાષ્ટ્રનાં મેટા ભાગનાં શહેરોમાં મોતીનાં તેરણ અને ઈઢણું દીકરીને અણુમાં આપવા માટે નવરાશના સમયમાં સ્ત્રીઓ બનાવતી હતી. ૪. ધાતુકામ
ધાતુકામના કારીગર મુખ્યત્વે લુહાર અને કંસારા છે. યંત્રયુગના આગમન પૂર્વે લુહારો કોદાળી કુહાડી દાતરડું કરવત કાતર સાણસી ચીપિ તવેથા વગેરે સ્થાનિક જરૂરિયાત પ્રમાણે બનાવતા હતા. આ સિવાય બાંધકામ માટે ઉપયોગી ખીલા ખીલીઓ અને કડછી ચપુ સૂડી વગેરે બનાવતા હતા. આ ઉપરાંત ખેતીનાં ઓજારોની મરામત પણ કરતા હતા. યંત્રયુગના આગમન પછી શહેરમાં વસતાં તેઓ બાલદી ટ્રેન્ક અભરાઈ તિજોરી કબાટ અને યંત્રના ભાગ વગેરે બનાવે છે. પરદેશનાં શસ્ત્ર–ખંડની વસ્તુઓ ઉપલબ્ધ થતાં લુહારોના ધંધામાં ઓટ આવી હતી, એમ છતાં અસ્ત્રા ચપ્પ સૂડી તાળાં વગેરે બનાવવાને ગૃહઉદ્યોગ જીવંત રહ્યો હતો. વડનગર અને ઉમરેઠમાં અસ્ત્રા બનતા હતા અને
સ્થાનિક વપરાશ ઉપરાંત ઈ દેર રતલામ વગેરે સ્થળાએ એની નિકાસ થતી હતી. સૂડી બનાવવાનો ઉદ્યોગ લીમડી પાટણ ઓલપાડ મોટી પાનેલી (રાજકોટ જિલ્લો) અને જામનગરમાં તથા કચ્છ જિલ્લાના અંજારમાં ચાલતો હતો. જાપાન તથા જર્મનીથી આ વસ્તુઓની આયાતને કારણે આ ઉદ્યોગમાં ઓટ આવવા છતાં આ ઉદ્યોગ ટકી રહ્યા છે. કચ્છમાં ૧૮૬૦ પછી ચપ્પ અને સૂડી બનાવવાને ઉદ્યોગ જુણસ” નામની વ્યક્તિએ કર્યો હતો. ભૂજ માંડવી અંજાર રેહા વગેરેમાં એના વંશજો કોઠારાના અજાણી સાથે રહીને સારી જાતનાં ચપુઓ અને સૂડીઓ હાલ બનાવે છે. તેઓ કાતર પણ બનાવે છે. તળ–ગુજરાતમાં આમોદ અને લુણાવાડામાં