________________
પરિશિષ્ટ
હુન્નરકલાઓ
“૧, રંગાટી અને છાપકામ - રંગાટીકામ અને કાપડ છાપવાનું કામ મોટા ભાગે મિલેમાં થાય છે, પણ એમાં ડિઝાઈનની વિવિધતા હોતી નથી તેથી ગૃહઉદ્યોગ અને લઘુઉદ્યોગ તરીકે આ ઉદ્યોગ ગુજરાતનાં મેટાં ભાગનાં શહેરોમાં ટકી રહ્યો છે. ગુજરાત સર્વસંગ્રહમાં રંગાટીકામ અંગે જણાવાયું છેઃ “મુખ્ય રંગ ગામમાં ગળી ને શહેરમાં ઘેરા આસમાની કાળી ને આછા રંગે ચડાવવામાં આવે છે. શહેરમાં થોડા મુસલમાન રંગાટી છે, બાકીના બીજા બધા રંગરેજ હિંદુ ભાવસાર છે. પાઘડી વગેરે રંગનારને રંગરેજ તથા ગળીથી રંગનારાને ગળીઆરા કહે છે.” છાપકામ કરનાર “છીપા કહેવાય છે. સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં હિંદુ અને મુસલમાન ખત્રી આ કામ કરે છે, ગુજરાતમાં મારવાડી મુસલમાને તથા ખત્રી આ કામ કરે છે. - ભૂતકાળમાં ગળી હરડે વગેરે વનસ્પતિજન્ય રંગ વપરાતા હતા, પણ રાસાયણિક રંગોની શોધ થતાં, રંગાટી–ઉદ્યોગ મિલ હસ્તક જતાં આ ઉદ્યોગ મૃતપ્રાય થવામાં હતો, પણ ગ્રામવિસ્તારની જાડા બરનાં રંગબેરંગી વસ્ત્રોની માંગને કારણે આ ઉદ્યોગ ટકી રહ્યો છે. નર્મદા સાબરમતી વાત્રક ભાદર આજી વગેરે નદીઓનાં પાણીના વિશિષ્ટ ગુણોને કારણે ભરૂચ અમદાવાદ ખેડા જેતપુર અને રાજકેટ રંગાટી તથા છાપકામના મહત્વનાં કેંદ્ર હતાં. ભરૂચ આ ઉદ્યોગમાં મોખરાનું સ્થાન ધરાવતું હતું. ૧૮૭૮ માં ખેડા જિલ્લામાં કેલિકો પ્રિન્ટિંગ તથા રંગવાનું કામ નડિયાદ ખેડા ડાકોર ઉમરેઠ મહેમદાવાદ સાણંદ શાસ્તાપુર કડલાલ માહ અને કપડવંજમાં થતું હતું. ઓગણીસમી સદીના અંત સુધી આ ઉદ્યોગ સારી સ્થિતિમાં હતો. લાકડાનાં કે ધાતુનાં બીબાંને છાપકામ માટે ઉપયોગ થતો હતો. ગાંધીનગર જિલ્લામાં પેિથાપુર અને મહેસાણા જિલ્લામાં વડનગરમાં છાપકામ સારું થતું હતું, પેથાપુરની સાડીઓ તથા ખેડાનું રંગાટી કાપડ સિયામમાં જતું હતું. ભાવનગર જિલ્લાના શિહેરમાં તથા અમરેલી જિલ્લાનાં દામનગર અમરેલી તથા બગસરામાં ખેડૂતો તથા : ગ્રામજનોને અનુકૂળ પડે તેવું જાડા કાપડ ઉપરનું છાપકામ તથા રંગાટી કામ થતું હતું. ગવને કસું મધરાસિયા બંગાળા જેવી રંગીન સાડીઓ વપરાતી હતી.