________________
પહ
બ્રિટિશ કા Wife ઉપરથી “ભટનું ભોપાળું” રૂપાંતરિત કર્યું. એમનું બીજું ઐતિહાસિક નાટક “વીરમતી” મૌલિક છે. ક્રાંતિકાર સુધારક કવિ નર્મદે પણ “કૃષ્ણકુમારી” “કૌપદી દર્શન” “રામજનક દર્શન” અને “સાર શાકુંતલ” એ ચારેય નાટક સંસ્કૃત પરંપરામાં લખ્યાં હતાં, જે મુંબઈમાં ભજવાયાં હતાં. આ સમયમાં લખાયેલું મણિલાલ નભુભાઈનું “કાના” નાટક પણ ઉલ્લેખનીય ગણાય. આ પછી પંડિતયુગના સાહિત્યકારેએ નાટક લખ્યાં, પણ એ ભજવવા માટે નટોને ઘણી મુશ્કેલી પડતી હતી. સ્વ. રમણભાઈ નીલકંઠનું “રાઈને પર્વત” આનું ઉદાહરણ છે. ગુજરાતી રંગભૂમિની એક કમનસીબી એ રહી કે સાહિત્યિક નાટકોને. બહુ સફળતા મળી નહિ અને પરિણામે ભજવનારા નટ અને સાહિત્યકાર વરચે કેઈ સુમેળ સાધી શકાય નહિ. બીજી બાજુ નાટક મંડળીઓના માલિકે કવિઓને નોકરીમાં રાખીને પિતાના નટોને ધ્યાનમાં રાખીને નાટક લખાવતા. હતા, જે મોટાભાગે રંગભૂમિ ઉપર સફળ થતાં હતાં ! આવા નાટયલેખકેકવિઓમાં વાઘજી આશારામ ઓઝા, ડાહ્યાભાઈ ધોળશાજી, નથુરામ સુંદરજી, મૂળશંકર મુલાણી, કવિચિત્રકાર કૂલચંદ ઝવેરચંદ શાહ, છોટાલાલ ઝખદેવ શર્મા, નારાયણ વસનજી ઠકકર, હરિહર દીવાના, રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ, મણિલાલ પાગલ, પ્રભુલાલ દ્વિવેદી, બૅરિસ્ટર વિભાકર, ગૌરીશંકર વૈરાટી. ઇત્યાદિનાં નામ ઉલ્લેખપાત્ર છે. આ કવિઓનાં પૌરાણિક ઐતિહાસિક અને સામાજિક નાટકોએ પ્રેક્ષકવર્ગનું ઘણું આકર્ષણ જમાવ્યું હતું.
આ સમયના દિગ્દર્શકે પણ નાટકની રજૂઆત અંગે ઊંડી સૂઝ ધરાવતા હતા. નાટકનું રિહર્સલ કરાવતી વખતે અભિનય: વાચિક, આંગિક અને આહાર્યને પૂરેપૂરો ખ્યાલ રાખતા હતા. સાત્વિક અભિનયને ખ્યાલ કુશળ. નટોને જ આપવામાં આવતા હતા. સંગીત–મક્યાં ગીતની કઈ અસર પ્રેક્ષકો ઉપર પાડી શકાશે એને તેઓને સ્પષ્ટ ખ્યાલ હતા. સંગીતમાસ્તર પાસે નાટકના દશ્યને અનુરૂપ ગીતની તરજો બંધાવતા હતા. વેશભૂષા અને સિનસિનેરીની. સજાવટ કરવામાં નાટકમ્પનીના માલિકે ખર્ચ કરવામાં પાછું વળીને જોતા ન હતા. આ સમયના નામાંકિત દિગ્દર્શકોમાં સર્વ શ્રી દાદાભાઈ રતનજી થૂથી, સોરાબજી એગરા, કેશવલાલ શિવરામ અધ્યાપક, વાઘજી આશારામ ઓઝા, અમૃત કેશવ નાયક, મૂળચંદ (મામા), બાપુલાલ ભભલદાસ નાયક, જયશંકર, “સુંદરી,” ચુનીલાલ દુર્ગાદાસ, રામલાલ વલ્લભ નાયક ઇત્યાદિ નામો નોંધપાત્ર છે.
આ સમયગાળાની આશરે સવા બસો નાટક મંડળીઓમાં જે નએ. નાની-મોટી ભૂમિકાઓ ભજવીને ખ્યાતિ મેળવી તેમની યાદી આપવી અશક્ય છે,