________________
૨૧૮
બ્રિટિશ કાહ સમયની કેટલીક શિલ્પકૃતિઓને નમૂનાઓની ચર્ચા (ચિત્ર સાથે) અહીં પ્રસ્તુત કરી છે.
વન સંગ્રહાલય, રાજકોટમાં પ્રદર્શિત કરેલું મહારાણી વિકટેરિયાનું વેત આરસમાંથી કંડારેલું શિલ્પ શુદ્ધ યુરોપીય કે વિકટોરિયન કલાને નમૂન છે. ઇંગ્લેન્ડની આ મહારાણુને શાસનના પ્રારંભથી બ્રિટનમાં અને બ્રિટિશ તાજ નીચેના ભારત સહિતના દેશોમાં આધુનિક અંગ્રેજી શાસનને પ્રારંભ થયો. સાહિત્ય અને કલાના ક્ષેત્રે પણ વિકટેરિયન કલાશૈલીને યુગ તરીકે આ સમય ઓળખાયે. વિકટેરિયાના આ શિ૯પમાં ચહેરા પરના હાવભાવ, વાસ્તવિક આંખે, રાજસી. અંગ્રેજી શિક્ષક વગેરે મહારાણીની જાજરમાન પ્રતિભાની ઝાંખી કરાવી જાય છે. વિકટેરિયાનું આવું જ ઉત્તમ શિલ્પ અમદાવાદના રાણીબાગમાં ગોઠવેલું હતું, પરંતુ થોડાં વર્ષો પહેલાં એના ચહેરાને કેઈ કલાવિવંસક વિકૃત કરી દેતાં અમદા-- વાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એને અન્યત્ર ખસેડેલ છે.
અમદાવાદમાં હઠીસિંગનાં જૈન મંદિર આ સમયની શિલ્પ-સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂનારૂપે છે. એના મુખ્ય મંદિરની ઉત્તર દિશા તરફની પ્રવેશચેકીને. શિ૯૫ખચિત ભાગ અહીં રજૂ કર્યો છે (આ. ૨૩). આ યુગની શિલ્પકલા પર સ્થાનિક કે વિદેશી કલાની અસર પડી હોવા છતાં ગુજરાતની પ્રાચીન પ્રશિષ્ટ અને પરંપરિત કલાને પણ કલાકારોએ સાચવી રાખી હતી, જેનાં હઠીસિંગનાં મંદિરોનાં શોભન–શિલ્પ ઉત્તમ ઉદાહરણ છે. મંદિરનાં મંડોવર, પ્રવેશચોકીઓ, પ્રથમ મજલાના ઝરૂખા, સ્તંભો વગેરેને વિવિધ ભાવભંગિમાવાળી વાઘધારિણીઓ, યક્ષે કિન્નર દિપાલે પક્ષીઓ વગેરેનાં અનેક પ્રકારનાં શિલ્પોથી સુશોભિત કરવામાં આવેલાં છે. કલાકારોએ પ્રાચીન શિલ્પકૃતિઓનું અનુકરણ કર્યું હોવા છતાં માનવ-આકૃતિએમાં અંગેનું પ્રમાણ બરાબર જાળવી શકાયું નથી; જેમ કે વાઘધારિણીઓના. પગ વધુ પડતા લાંબા જોવા મળે છે. એમના હાથમાંનાં વાજિંત્ર તત્કાલીન લકવાદ્યોના નમૂના છે. અહીં પ્રસ્તુત કરેલા શંગારકીના વિવિધ ભાગો પર જુદાં જુદાં શિલ્પ જોઈ શકાય છે તેમાં દેખાતી જુદી જુદી ભૌમિતિક આકૃતિએ. અને ફુલવેલની ભાતેથી યુક્ત જાળીઓ મુઘલ કલાની અસરથી યુક્ત જણાય છે.
હઠીસિંગના જૈન મંદિરના એક સ્તંભ પરનું દ્વારપાલિકાનું અર્ધશિલ્પ અહીં રજૂ કર્યું છે (આ. ૨૪). હાથમાં અંકુશ ગદા કમંડળ દંડ વગેરે આયુધો ધારણ કરેલાં છે. નીચે હાથીનું શિલ્પ કંડારેલું છે. સ્તંભ પર ગોઠવેલાં શિલ્પા કરતાં આ અર્ધશિલ્પનું કંડારકામ કંઈક ઊતરતી કક્ષાનું છે. મંદિરના મંડપના સ્તંભ. આ રીતે દ્વારપાલ દેવે વ્યાલ ભૌમિતિક ભાત વગેરેથી અલંકૃત કરેલા છે.