________________
- પ્રકરણ ૧૭
- શિલ્પકૃતિઓ ગુજરાતની શિલ્પકલાએ મધ્યયુગ સુધી ભારતીય ચિત્રકલાના ઇતિહાસમાં “પશ્ચિમ ભારતીય શિલ્પકલા શૈલી' તરીકે સતનત કાલથી જે વ્યાપક અને ઉત્કૃષ્ટ સ્વરૂપ જાળવી રાખ્યું હતું તેની કક્ષા સલ્તનત કાલથી ઊતરતી જતી હતી. શિલ્પકલામાં મૂર્તિઓને બદલે મુસ્લિમ રૂપાંકનેએ સ્થાન લીધું હતું. મુઘલ અને મરાઠા કાલ દરમ્યાન સ્થાનિક અને આસપાસના પ્રદેશનાં પરિબળોના. પ્રભાવમાં શિલ્પકલાને પરિધિ ગુજરાતની પ્રાદેશિક સીમાઓમાં મર્યાદિત બની ગયા હતા. આમ છતાં ગુજરાતની એ પ્રશિષ્ટ શિલ્પકલા આ સમયમાં એક પ્રાદેશિક કલા તરીકે પિતાની આગવી છાપ ઉપસાવી શકી હતી, જેમાં તત્કાલીન સમાજ-જીવન, ધાર્મિક પરંપરા, ઉત્સવો અને રિવાજો, વેશભૂષા અને અલંકાર. વગેરે લકસંસ્કૃતિ અને સમાજનાં જુદાં જુદાં પાસાં અભિવ્યક્ત થતાં જોવા મળે છે, મરાઠી મુઘલ રાજસ્થાની વગેરે અન્ય પ્રાદેશિક તરની અસર પણ એમાં ભળેલી જોવા મળે છે. બ્રિટિશ કાલ દરમ્યાન હવે એમાં પાશ્ચાત્ય અસર પણ ભળવી શરૂ થઈ.
આ કાલનાં શિલ્પનાં કેટલાંક સામાન્ય લક્ષણ આ પ્રમાણે તારવી શકાય?
(૧) પથ્થર ધાતુ કાષ્ઠ ઉપરાંત ચૂના–રેતીના મિશ્રણમાંથી બીબા વડે ઢાળીને કે કલાકારે હાથથી ઘડેલી શિલ્પકૃતિઓ (stucco sculpture) જેવા મળે છે. આવી શિલ્પકૃતિઓ તૈયાર કરવાની રીત વિશિષ્ટ છે, વરચે આધાર માટે આકૃતિના આકાર મુજબ આડા-ઊભા સળિયા કે તારનું માળખું ગઠવીને ચૂનારેતીના મિશ્રણમાંથી આવી શિલ્પકૃતિઓ તૈયાર કરવામાં આવતી. દીવાલ પરની ચૂના-રેતીની (પ્લાસ્ટર)માં પણ જુદી જુદી માનવ-આકૃતિઓ કે ચહેરા, ભૌમિતિક આકૃતિઓ, ફૂલ-વેલ વગેરે આકારો ઉપસાવવામાં આવતા.
(૨) પ્રશિષ્ટ અને પરંપરિત શિલ્પનું અનુકરણ આ સમયની શિલ્પકૃતિઓમાં જોવા મળે છે.
(૩) અન્ય તત્કાલીન મુઘલ મરાઠા તથા રાજસ્થાની કલાની અસર પણ આ સમયની શિલ્પકૃતિઓ પર જોઈ શકાય છે.