________________
સ્થાપત્ય
૫૦૯.
આ કાલ દરમ્યાન ગુજરાતની ભૂમિમાં ઉદ્ભવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રયે કેટલાંક મંદિરોનું સર્જન થયું. શ્રી સ્વામિનારાયણની પ્રેરણાથી નવ સ્થળે નવ મંદિર બંધાયાં જેમ કે અમદાવાદ મૂળી ભુજ વડતાલ જેતલપુર ધોલેરા ધોળકા જૂનાગઢ અને ગઢડા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ નવ મંદિર મહામંદિર તરીકે ઓળખાય છે. અમદાવાદના મંદિરની સ્થાપના ઈ.સ. ૧૮૨૨ માં થઈ હતી, જ્યારે મૂળી ભૂજ અને વડતાલનાં મંદિરની સ્થાપના ઈ.સ. ૧૮૨૩-૨૪ માં, જેતલપુર અને પૅલેરાનાં મંદિરોની સ્થાપના ઈ. સ. ૧૮૨૬ માં, ધૂળકાના મંદિરની સ્થાપના ઈ.સ. ૧૮૨૭ માં તેમ જ જૂનાગઢ અને ગઢડાનાં મંદિરોની સ્થાપના ઈ.સ. ૧૮૨૮૨૯માં થઈ હતી.૩૭
૩. સ્વામિનારાયણ સંપ્રદાયનાં મંદિર
૧૯મી સદીના પ્રથમ બે દાયકા સુધી સહજાનંદ સ્વામીએ સંપ્રદાયના પ્રચાર અને પ્રસાર માટે સાધુ-સંતોનાં મંડળે સાથે સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતનાં ગામ અને નગરમાં ઘૂમીને “રાધાકૃષ્ણની ઉપાસના અને એકાંતિક ભક્તિને ઉપદેશ આપે અને લાખ લોકેને સંપ્રદાયના ભક્તિમાર્ગમાં જોડી દીધા. ઘરઘરમાં કૃષ્ણભક્તિ અને ઉપાસનાનું તથા સંસ્કારનું વાતાવરણ ઊભું થઈ શકે તે માટે શ્રીકૃષ્ણની ચિત્રપ્રતિમાની નિત્યપૂજાની પદ્ધતિ પણ દાખલ કરી, એને કારણે સંપ્રદાયની વિશિષ્ટ ચિત્રકલાશૈલીને પણ વિકાસ થ.૩૮
ત્યારબાદ સહજાનંદ સ્વામીએ પિતાની હયાતી પછી પણ સંપ્રદાયની ભક્તિ-પરંપરા અવિરત વહેતી રહે અને સંપ્રદાયની વ્યવસ્થા અક્ષુણ ટકી રહે એ માટે ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છનાં વિવિધ સ્થળોએ હિંદુ સ્થાપત્ય પરંપરાને અનુરૂપ એવાં વિશાળ મંદિર બાંધવાને, ધર્મવંશમાં આચાર્ય પદની સ્થાપનાને અને સંપ્રદાયના શાસ્ત્રીય ગ્રંથ નિર્માણ કરવાને એમ ત્રણ સંક૯પ કર્યા. એ અનુસાર તેઓએ ભારતીય શિલ્પશાસ્ત્રાનુસાર અદ્ભુત શિલ્પકૃતિઓથી સુશોભિત ત્રણ શિખરવાળું સંપ્રદાયનું પ્રથમ મંદિર અમદાવાદમાં કાળુપુરમાં બંધાવ્યું (આ. ૨૦) અને એમાં વિ. સં. ૧૮૭૮ ને ફાગણ સુદિ ત્રીજ ને સોમવાર(તા. ૨૪-૧૨-૧૮૨૨)ના રોજ વેદવિધિપૂર્વક ઉત્તરાભિમુખ મધ્ય ગર્ભગૃહમાં શ્રીનરનારાયણ દેવની મૂર્તિઓની સ્થાપના કરી. એની પૂર્વ તરફના ગર્ભગૃહમાં રાધાકૃષ્ણની તથા પશ્ચિમ તરફના , ગર્ભગૃહમાં પિતાનાં માતાપિતા ધર્મભક્તિની અને પિતાની–હરિકૃષ્ણની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી.૪૦ આ ઉપરાંત મંદિરની પશ્ચિમ તરફની શંગારકીની બંને તરફ હનુમાન અને ગણેશની તથા શિવલિંગની પણ સ્થાપના કરી. ત્યારબાદ મંદિરના