________________
સ્થાપત્ય
૫૦૭" હતું. સેબસાઈજીનું મંદિર ઈ.સ. ૧૯૦૭ માં બંધાયું. દાંડિયા બજાર તરફ નદી બાજુએ આવેલા રોકડિયા હનુમાન તથા કાશીવિશ્વનાથ મહાદેવનાં મંદિરોને જીર્ણોદ્ધાર વાયડા વાણિયા તાપીદાસ મોહનભાઈ દલાલે ઈ.સ. ૧૯૧૦ માં કરાવ્યા હતા. ૨૪
સુરતમાં વડાચૌટામાં નગરશેઠની પોળમાં આવેલું ગેડી પાર્શ્વનાથનું મંદિર શેઠ લાલભાઈ નવલખાભાઈ શાજીવાલાએ બંધાવ્યું હતું. આ મંદિરની પ્રતિષ્ઠા ઈ.સ. ૧૮૨૬માં કરવામાં આવી હતી. બાલકૃષ્ણ લાલજીનું મૂળ મંદિર ઈ.સ. ૧૯૯૫ માં બંધાયું હતું. ઈ.સ. ૧૮૩૭ની ભયંકર આગમાં આ મંદિરને ઘણે ખરે ભાગ ખંડિત થઈ ગયું હોવાથી એને નવેસરથી બાંધવામાં આવ્યું. ૨૮
ખંભાતમાં માદલા તળાવ પાસેનું શ્રી અંબાજીનું મંદિર ઈ.સ. ૧૮૩૫ ના સમયનું છે. ૨૯ ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરની જગ્યાએ મૂળ સાત દહેરાં હતાં. ઈ.સ. ૧૯૦૦ માં અહીં નવું મંદિર બાંધવામાં આવ્યું.૩૦ આ મંદિરમાં મૂલનાયકની પ્રતિષ્ઠા ઈ.સ. ૧૯૦૭ માં કરવામાં આવી હતી.
ઊંઝાનું કડવા પાટીદારોનાં માતા (ઉમિયા)નું મંદિર ઈ.સ. ૧૮૫૮ ના સમયનું છે. આ મંદિરને ઘાટ જૈન મંદિરને મળતા આવે છે.૩૧
પાટણથી ૧.૬ કિ. મી. દૂર માતરવાડી નામના ગામની ભાગોળે સતી માતાની દહેરી ઊભી છે. અમદાવાદના પ્રસિદ્ધ બેરોનેટ ચીનુભાઈના કુટુંબમાં થઈ ગયેલા છોટાલાલના પિતાનાં માતા ઈ.સ. ૧૮૯૫ માં સતી થતાં એમની સ્મૃતિમાં આ દોરી બાંધવામાં આવી છે.૩૨
સુરેંદ્રનગર નજીક આવેલ દુધરેજનું શ્રી વડવાળા મંદિર (આ. ૧૮-૧૯) ઓગણીસમી સદીના અંતનું જણાય છે. ગર્ભગૃહની ઉપર ત્રણ શિખર છે. સભામંડપની પૂર્વ ઉત્તર અને દક્ષિણ દિશાએ શૃંગારચોકીઓ છે. પૂર્વની શુંગારકીના આગલા બે સ્તંભ પર દ્વારપાલ તરીકે માનવકદના બે સાધુઓનાં શિલ્પ છે. સભામંડપના સ્તંભમાં આયનિક અને ડરિક શૈલીની અસર જોવા મળે છે. સ્તંભના. મધ્યદંડના સુશોભનમાં વૈવિધ્ય જણાય છે.
શત્રુંજય પર આ કાલ દરમ્યાન કેટલીક નવી કે ઊભી કરવામાં આવી અને એની પર કેટલાંક મંદિર બાંધવામાં આવ્યાં. ખરતરવસહિની ટૂંક ઈ.સ. ૧૮૩૬ માં શેઠ સાકરચંદ પ્રેમચંદે ઊભી કરાવી હતી. આ ટ્રેક એને બંધાવનારના નામે પણ ઓળખાય છે. આ ટૂંકમાં પ્રવેશતાં જમણુ બાજુએ નરસી કેશવજી નાયકનું મંદિર જોવા મળે છે. આ મંદિરના મલનાયક ચોથા તીર્થ કર અભિનંદનનાથ.