________________
૫૦૪
બ્રિટિશ કાક તાતા અને દાદાભાઈ નવરોજીના કુટુંબનાં મકાનોને પણ અહીં ઉલ્લેખ કરે. જોઈએ. સુરતના પ્રસિદ્ધ અરદેશર કેટવાળનું મકાન નાશ પામ્યું છે.
(૧૩) અંતમાં, બે જાણીતી હવેલીઓને ઉલેખ સ્વતંત્ર રીતે કરવું જોઈએ. કારણ કે આ બંને હવેલીઓ આજે રક્ષિત સ્મારકે છે: એક વડોદરામાં આવેલી તાંબેડકરવાડાની હવેલી (જેને ઉલેખ ઉપર થઈ ગયો છેઅને બીજી વસેની હવેલી. વસોમાં બાજીશાહ અને વેણીશાહના વંશજોની જ બે શાખાઓ સાથે સંકળાયેલી એકસરખી હવેલીઓ આવેલી છે. ગુજરાતના સમૃદ્ધ ખેડા જિલ્લામાં આ કુટુંબ દેસાઈગીરી ધારણ કરતું હતું. આ બંને હવેલી ૧૮૧૫-૧૮૨૦માં બંધાઈ હતી. હાલ એમાંની એક હવેલીને દરબાર સાહેબની હવેલી તરીકે અને બીજી હવેલી વિઠ્ઠલદાસની હવેલી તરીકે ઓળખાય છે.
આ હવેલીમાં ભવ્ય કાઠ-તરણ છે. એને જુદા જુદા ભાગોમાં વૈષ્ણવ પુરાણકથામાંનાં દશ્ય આલેખાયાં છે, જ્યારે એના દીવાનખાનામાં રાસલીલાનું દશ્ય છે. એની કતરણી અને ચિત્રો સંપૂર્ણ સુરક્ષિત છે.
આ વિભાગનું સમાપન કરતાં કહી શકાય કે આ હવેલીઓનું બાંધકામ એ. કાલના ગુજરાતના સ્થાપત્યનું વિશિષ્ટ લક્ષણ કહી શકાય. કમનસીબે પુરાવાઓના અભાવે આ બધાં જ બાંધકામને ચોક્કસ સમય આપવો અશક્ય છે, પરંતુ ખાતરીપૂર્વક એમ કહી શકાય કે આ બાંધકામ ૧૮૦૦ થી ૧૮૮૦ના સમય દરમ્યાનનાં છે.
(૭) પ્રકીર્ણ
આ કાલ દરમ્યાન બંધાયેલી કેટલીક બેંધપાત્ર પ્રકીર્ણ ઈમારતને પણ ઉલલેખ કરવો જોઈએ. એમાં બે મકાન નોંધપાત્ર છે. આમાંનું એક મકાન અમરેલીમાં આવેલું છે. તે ૧૮૧૭–૧૮ માં કેપ્ટન બેલેન્ટાઈન દ્વારા બંધાયું હતું. એનું બાંધકામ યુરોપીય શૈલીમાં છે. બીજું મકાન અંજારમાં આવેલું છે. આ મકાન ૧૮૧૮માં કેપ્ટન મેકમુર્દો દ્વારા બંધાયેલું છે. એનું બાંધકામ આધુનિક શૈલીમાં છે.
આ કાલ દરમ્યાન સંગ્રહાલયોનાં મકાન બંધાયાં એને પણ ઉલ્લેખ કર જોઈએ. રાજકેટના વોટસન મ્યુઝિયમનું ૧૮૫૮ માં બંધાયું, ભૂજ મ્યુઝિયમનું ૧૮૭૭ માં અને ભાવનગરના બાર્ટન મ્યુઝિયમનું ૧૮૯૦ માં બંધાયું હતું. વડોદરા મ્યુઝિયમને ઉલલેખ આગળ થઈ ચૂક્યો છે.