________________
સ્થાપત્ય
આ સમય દરમ્યાન ગુજરાતમાં વસતા બેને ઈસરાએલ કેમના યહૂદીઓએ * જૂના ડીસા(જિ. બનાસકાંઠા)માં કેન્ટોનમેન્ટ વિસ્તારમાં એક કબરસ્તાન બંધાવ્યું, જ્યાંની સહુથી જૂની કબર ઈ. સ. ૧૮૮૬ ની છે. અમદાવાદમાં દૂધેશ્વર રોડ પર એડવાન્સ મિલની પાછળના ભાગમાં યહૂદીઓનું કબરસ્તાન આવેલું છે, જેમાંની સહુથી જૂની કબર ઈ. સ. ૧૮૮૭ની છે.૧૩ (9) બજારે
આ સમય દરમિયાન ગુજરાતના ઘણું રાજાઓએ યુરોપની મુલાકાત લીધી હતી. ત્યાં એમણે સુંદર બજાર જયાં હતાં. એમને આવાં બજાર પિતાનાં નગરમાં પણ બાંધવાની ઈચ્છા જાગી. પરિણામે આ સમયે ગુજરાતનાં કેટલાંક શહેરોમાં બજાર બાંધવામાં આવ્યાં. મોરબીનું બજાર આને સૌથી સુંદર નમૂન છે. વડોદરાની ખંડેરાવ માર્કેટ પણ આનું બીજુ ઉદાહરણ છે. (ચ) હવેલીઓ
હવેલી એટલે શ્રીમંત નાગરિકોને રહેવાનું મકાન. પિતાનાં સમૃદ્ધિ અને દરજજો પ્રદર્શિત કરવા આ મકાન ખૂબ ખર્ચ કરીને બાંધવામાં આવ્યાં હતાં. આમાંની કેટલીક ભવ્ય હવેલીઓ નગરશેઠની, શરાફેની અને મહેસૂલી ખેડૂત(દેસાઈઓ)ની છે.
હવેલીઓ હંમેશાં ખડકી કે પિળની અંદર રાખવામાં આવતી. આથી મુખ્ય માર્ગથી એ ઘણી દૂર રહેતી. એના આયોજનની પદ્ધતિ પરંપરાગત રહી. -એની આજનપદ્ધતિ આ પ્રમાણે હતી : કેંદ્રના ચોકની બંને બાજુએ આવેલા
બે વિભાગમાં આખીયે ઇમારત તહેચાઈ જતી. ઇમારતને પાછળ ભાગ ત્રણ -ગૌણ વિભાગમાં વહેંચાઈ જતઃ રશી, રશી સાથે પરસાળ અને એ પછી એની સાથે સંકળાયેલા બે ઓરડા રાખવામાં આવતા. આગળના ભાગે એક બીજી રવેશી રાખવામાં આવતી, જે માર્ગની સામે રાખવામાં આવતી. આ પછી એક મોટા ખંડ (અથવા બે નાના ખંડ) રાખવામાં આવતા, જે ખડકી તરીકે ઓળખાય દે છે. કેટલીક વાર અંદરની રવેશી ચેકને ફરતી રાખવામાં આવતી અને એ બધા જ ભાગને જોડતી હતી.
એકની એક બાજુએ નાનકડી ઓરડીઓ રાખવામાં આવતી. ત્યાં રસ , પાણિયારું અને કેટલીક વાર પૂજા માટેની ઓરડી રાખવામાં આવતી.
મકાનનો પાછલે ભાગ કુટુંબના વ્યક્તિગત ઉપયોગ માટે ખાનગી રાખવામાં આવતું. ત્યાં નજીકના સંબંધીઓ તથા મિત્રોને જ પ્રવેશ આપવામાં આવતું.