________________
ધાર્મિક સ્થિતિ
પડદામાં રહેતી સ્ત્રીઓમાં ધર્મ પ્રચાર કરવા માટે ઝનાના મિશન શરૂ કરવામાં આવ્યું.
ઈ.સ. ૧૯૦૮ માં ગુજરાત અને કાઠિયાવાડની પ્રેરિટેરિયન સુવાર્તા પ્રચારક મિશનની સ્થાપના થઈ. આ મિશન હેમ મિશન” કે “કચ્છ મિશન” તરીકે, પણ ઓળખાય છે.* ધામિક પરિષદ
ઉપર્યુક્ત જુદાં જુદાં મિશન એકબીજાના સહકારથી કાર્ય કરી શકે એ માટે ઈ.સ. ૧૯૦૪ માં ધી ગુજરાત ઍન્ડ કાઠિયાવાડ મિશનરી કોન્ફરન્સની સ્થાપના કરવામાં આવી. એની પરિષદમાં એમ નકકી થયું કે દરેક મિશને અન્ય મિશનના. ધર્મપ્રાંતની મર્યાદા જાળવવી. ગુજરાતમાં આવતા પરદેશી મિશનરીઓને ગુજરાતી ભાષાનું જ્ઞાન મળી રહે એ માટે ગુજરાતી ભાષાની પરીક્ષા લેવાનું ઠરાવ્યું (ઈ.સ. ૧૯૧૧). ધમપરિવર્તને
આ સમય દરમ્યાન જે ધર્મ પરિવર્તન થયાં તેમાં ખૂબ જ નેધપાત્ર અને ચકચારભર્યું ધર્મ પરિવર્તન કવિ “કાંત'નું ગણાવી શકાય. સ્વીડનના તત્વજ્ઞાની ઇમૅન્યુએલ સ્વીડનબૅર્ગનાં લખાણ વાંચવાથી તેઓ ખ્રિસ્તી ધર્મ પ્રત્યે આકર્ષાયા, હતા. કાંતે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યું. ધમપ્રસારની પદ્ધતિ
ખ્રિસ્તી મિશનરીઓએ ખ્રિસ્તી ધર્મના પ્રસારાર્થે જુદી જુદી પદ્ધતિઓ અપનાવી.. હતી. બાઈબલના છાપકામ માટે ગુજરાતમાં સૌ પ્રથમ છાપખાનું સુરતમાં લન્ડન મિશન સોસાયટી દ્વારા ઈ.સ. ૧૮૨૦માં ખોલવામાં આવ્યું. આ જ વર્ષે નો કરાર (New Testament) “નવીન બંદોબસ્ત” નામે પ્રસિદ્ધ થયે. ઈ.સ. ૧૮૨૩ માં જૂના કરાર(Old Testament)નું ભાષાંતર પ્રગટ થયું. ઈ.સ. ૧૮૨૯ માં સંપૂર્ણ બાઈબલ ચાર ભાગમાં ગુજરાતીમાં બહાર પડયું. ઈ.સ. ૧૮૫૭ થી ૧૮૬૧ના સમય દરમ્યાન બાઈબલના ભાષાંતરમાં સંપૂર્ણ સુધારા-વધારા થયા.
મિશનરીઓને ગુજરાતી ભાષામાં ધર્મોપદેશ કરે પડત. ગુજરાતી ભાષાનું પદ્ધતિસરનું જ્ઞાન મળી રહે એ માટે એમને ગુજરાતી વ્યાકરણ ગ્રંથની જરૂર પડી. ઈ.સ. ૧૮૧૯ માં સ્કીનર અને ફાઇવીએ ગુજરાતી વ્યાકરણ અને કેશ તૈયાર કર્યા હતાં, પરંતુ એ પ્રગટ થયાં ન હતાં. ઈ.સ. ૧૮૪૭ માં લન્ડન મિશન સે-- સાયટીના મિશનરી વિલિયમ કલાર્ક સનસ્કૃત ગુજરાતી ભાષાનું વ્યાકરણું પ્રસિદ્ધ થયું..