________________
ધાર્મિક સ્થિતિ
૪૮૦
પ્રયાસ કરવામાં આવ્યું હતું. આ અભિગમના સમર્થકોમાં ગોવર્ધનરામ ત્રિપાઠી તથા આચાર્ય આનંદશંકર બાપુભાઈ ધ્રુવ મુખ્ય હતા; જોકે એમની પહેલાં પ્રણાલી અને નવા સુધારાના સમન્વયને પ્રયાસ કવિ દલપતરામે એમનાં કાવ્યો ‘તથા લેખો દ્વારા કર્યો હતે. દલપતરામના મંતવ્ય મુજબ ધર્મસુધારા સાંસ્કૃતિક માળખાને અનુરૂપ રહીને દાખલ કરવો જરૂરી હતે.૧૧૩
ગોવર્ધનરામ ત્રિપાઠી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીએ ઈ.સ. ૧૮૮૭થી ૧૯૦૧ દરમ્યાન ચાર ભાગમાં લખાયેલી “સરસ્વતીચંદ્ર' જેવી અમર સાહિત્યકતિ દ્વારા ભારતીય સમાજમાં નવાં અને પ્રણાલીગત જીવનમૂના સંઘર્ષનું સુંદર વિવેચન કર્યું હતું. “સરસ્વતીચંદ્રમાં શિક્ષિત વર્ગના આંતર જગતને વિવિધ રીતે નિરૂપવામાં આવ્યું હતું. સંક્રાંતિકાલની આ નવલકથાને નાયક સેક્રેટિસની જેમ સ્વતંત્રતાને નામે સંસ્કૃતિના આદર્શોનું ઉલ્લંઘન કરવા માગતું ન હતું. આર્યસદાચાર પર નિર્ભર એવી સ્વાર્પણની ભાવના એ આ નવવકથાનો પ્રધાન સૂર હતું. સાથે સાથે ગોવર્ધનરામ આ નવલકથા દ્વારા પાશ્ચાત્ય તથા ભારતીય મૂલ્યનું સમન્વયીકરણ કરવા માગતા હતા. એમણે પ્રાચીન ભારત, અર્વાચીન ભારત અને પશ્ચિમના ત્રિવેણી સંગમ'માં જનસમાજના નેતાઓના આચાર વિચાર તથા ઉપદેશે કેવા હોવા જોઈએ એને ખ્યાલ આપે. એમણે નવા શિક્ષિત વર્ગ પાસેથી એવી અપેક્ષા રાખી હતી કે એ વર્ગ પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિ વચ્ચે તેમજ સરકાર અને સામાન્ય જનતા વચ્ચે કડીરૂપ બની રહે. ગુજરાતના શિક્ષિત સમાજના માનસ પર “સરસ્વતીચંદ્રને પ્રભાવ ખૂબ ઘેરે પડયો હતો.૧૧૪
આનંદશંકર ધ્રુવઃ ગેવર્ધનરામની જેમ આચાર્ય આનંદશંકર ધ્રુવે પણ ધર્મસુધારાના અદેલન પ્રત્યે એકંદરે તટસ્થતા જાળવી રાખી હતી. આનંદશંકર મણિલાલ દ્વિવેદીના “સિદ્ધાંતસારથી ખૂબ પ્રભાવિત થયા હતા અને સુધારાવાદીઓની સામે એમણે સુદર્શન'માં લેખ લખીને મણિલાલની વિચારસરણીને સમર્થન આપ્યું હતું. મણિલાલના અવસાન પછી આનંદશકરે “સુદર્શન ચલાવ્યું હતું. મણિલાલની જેમ તેઓ પણ શાંકર વેદાંતના હિમાયતી હતા, પરંતુ આનંદશંકર મણિલાલ કરતાં વધારે સૌમ્ય અને તટસ્થ હતા. એમણે સુધારાવાદી અને એનું ખંડન કરનાર એમ બંને પક્ષને નજીક લાવવાનો પ્રયાસ કર્યો હતે.
ડે. ધીરુભાઈ ઠાકરના શબ્દોમાં “નર્મદે આરંભેલા ધર્મશે ધન-કાર્યને મણિલાલે મજબૂત પાયા પર મૂકીને વ્યવસ્થિત કર્યું, તે આનંદશંકરે મણિલાલની ધર્મતત્વ વિચારણને સર્વત પરિશુદ્ધ કરીને સંપૂર્ણ બનાવી. નર્મદના સમયમાં અજ્ઞાન અને જડતાની તામસી ભૂમિકા ઉપર અગતિક રહેલા ધર્મતત્વને મણિલાલે