________________
ધાર્મિક સ્થિતિ
આપ્યું.૯૦ આ અગાઉ (માર્ચ, ૧૮૭૯) ભેાળાનાથ મુંબઈમાં થિયેાસાકિલ સાસાયટીનાં સ્થાપક મેડમ બ્લેવેવ્સ્કી તથા કનલ ઑલ્કાટને મળ્યા હતા, પરંતુ બંને તરફનું ભાળાનાથનું વલણ ટીકાત્મક રહ્યું હતું, કારણ કે ભેાળાનાથના મંતવ્ય મુજબ એમણે કહેલી ચમત્કારાની વાતા પેાકળ હતી.૯૧
૪૭૭
ડિસેમ્બર, ૧૮૭૪ માં મહર્ષિ દયાનંદ સરસ્વતી અમદાવાદમાં આવ્યા હતા. અહીં એમણે ઘણાં વ્યાખ્યાન આપ્યાં અને ધર્માંસંબંધી વાદવિવાદ પણ કર્યો.. ધ્યાન ભેાળાનાથને પણ મળ્યા હતા. એમના વિચારા અને પ્રાર્થનાસમાજ વચ્ચે કેટલીક બાબતેા અંગે સામ્ય હેાવાથી દયાનંદે ભેાળાનાથને પ્રાર્થનાસમાજનુ નામ બદલાવીને આ`સમાજ રાખવા સૂચન કર્યું.. ભાળાનાથે એને! સ્વીકાર ન કર્યા તેથી દયાન દે અમદાવાદમાં અલગ આ સમાજ સ્થાપ્યા, પરંતુ આ સમાજનુ કામ વધારે ન ચાલ્યું.૯૨
ભાળાનાથનું અવસાન થયું(ઈ.સ. ૧૮૮૬) ત્યાં સુધી એ અમદાવાદ પ્રાર્થનાસમાજના પ્રમુખ રહ્યા. ત્યારપછી પ્રાર્થનાસમાજની જવાબદારી મહીપતરામ રૂપરામ પર આવી. એમણે ‘જ્ઞાનસુધા' નામનું ચેપ નિયું શરૂ કર્યું, જે શરૂઆતમાં સાપ્તાહિક અને પાછળથી માસિક બન્યું. અગાઉ ઉલ્લેખ થયા છે તે રીતે પ્રાર્થનાસમાજની પ્રવૃત્તિમાં લાલશ‘કર ઉમિયાશંકર, સત્યેન્દ્રનાથ ટાગાર, રણછેાડલાલ છેટાલાલ વગેરે પણ સામેલ હતા. રણછેાડલાલ ઘેાડા સમય માટે પ્રાર્થનાસમાજના ઉપપ્રમુખ તરીકે પણ રહ્યા હતા. પર ંતુ એ મૂર્તિપુજાની તરફેણમાં હાવાથી એમણે પ્રાર્થનાસમાજની પ્રવ્રુત્તિમાં રસ ઓછા કરી નાખ્યા.૯૩ આ ઉપરાંત અમદાવાદમાં ઈ.સ. ૧૮૬૩ થી ૧૮૬૫ સુધી અને ફરી વાર ઈ. સ. ૧૮૬૮ થી ૧૮૭૭ સુધી સ્મોલ કૅાઝ કામાં ન્યાયાધીશ તરીકે રહેલા પ્રખ્યાત સુધારક ગેાપાલ હિર દેશમુખ(ઈ.સ. ૧૮૨૩–૧૮૯૨) પણ પ્રાર્થનાસમાજના ઉપપ્રમુખ તરીકે રહ્યા.
હતા.૯૪
અગાઉ ઉલ્લેખ કરવામાં આવ્યે! તેમ ગુજરાતમાં પ્રાર્થનાસમાજની પ્રવૃત્તિ અમદાવાદ ઉપરાંત ખેડા માતર પેટલાદ ભરૂચ સુરત વડેાદરા સેાજિત્રા અંકલેશ્વર વગેરે સ્થળાએ મર્યાદિત પ્રમાણમાં ફેલાઈ હતી. ૨૦ મી સદીની શરૂઆતમાં મહીપતરામ(મૃત્યુ ઈ. સ. ૧૮૯૧)ના પુત્ર અને સુધારક રમણુભાઈ નીલકંઠે આ પ્રવૃતિના સૂત્રધાર હતા. બંગાળના બ્રાહ્મસમાજની જેમ ગુજરાતમાં પ્રાર્થનાસમાજને એક અલગ ધર્મ તરીકે સ્વીકારવામાં આવ્યા ન હતા, એમ છતાં ઈ. સ. ૧૯૧૧ ના વસ્તીપત્રક મુજબ બ્રાહ્મવિભાગ હેઠળ ગુજરાતમાં પ્રાનાસમાજના ૧૩ જેટલા સભ્યાના ઉલ્લેખ કરવામાં આવ્યા હતા.૫