________________
બ્રિટિશ કાહ
સ્થાપના કરવામાં આવી, નગરશેઠ હીમાભાઈ હઠીસિંગ તેમજ નગરશેઠ પ્રેમાભાઈ જેવા ધનાઢય સજજનેના પ્રયાસથી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની શૈક્ષણિક સાહિત્યિક તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિને ઉત્તેજન મળ્યું. ગુ. વ. સોસાયટીએ એપ્રિલ, ૧૮૫૪ થી બુદ્ધિપ્રકાશ' નામનું માસિક પ્રગટ કરવાની જવાબદારી લીધી ૭૧ ૧૯મી સદી દરમ્યાન ગુજરાતમાં શૈક્ષણિક તેમજ સાંસ્કૃતિક વિચારોને ફેલા કરવામાં “બુદ્ધિપ્રકાશને ફાળે ખૂબ મહત્ત્વ રહ્યો છે, પરંતુ ગુ. વ. સોસાયટીની
સ્થાપના તથા એના વિકાસમાં કવિ દલપતરામ ડાહ્યાભાઈ(ઈ.સ. ૧૮ર૦-૧૮૯૮)ને ફાળા પણ ખૂબ મહત્ત્વને હતે. કવિ દલપતરામ જૂન, ૧૮૫૫ માં ગુ.વસોસાયટીના મદદનીશ મંત્રી તરીકે જોડાયા અને (ડા સમયને બાદ કરતાં) ઈ. સ. ૧૮૭૯ની શરૂઆતમાં ગુ. વ. સોસાયટીમાંથી નિવૃત્ત થયા ત્યાં સુધી એ બુદ્ધિપ્રકાશ'ના તંત્રી તરીકે રહ્યા હતા.૭૩
ગુ. વ. સેસાયટી દ્વારા સામાજિક તથા ધાર્મિક દૂષણો દૂર કરવા માટે ઇનામી નિબંધ લેજના પણ શરૂ કરવામાં આવી હતી. કવિ દલપતરામે આવી યોજના હેઠળ કેટલાંક લે અને કવિતા લખ્યાં, ઉપરાંત “સત્યપ્રકાશ'ના તંત્રી અને સુધારક કરસનદાસ મૂળજી દ્વારા ગુરુ-શિષ્ય ધર્મ” પર ઇનામી નિબંધ સ્પર્ધામાં ભાગ લઈને દલપતરામે ઇનામ પ્રાપ્ત કર્યું. એમણે વિધવાવિવાહની તરફેણમાં લેખે તથા કાવ્ય લખ્યાં. એમનું ‘વેનચરિત્ર કાવ્ય “સુધારાના પુરાણ” તરીકે પ્રખ્યાત થયું.૭૪ આ ઉપરાંત દલપતરામે ધર્મનાં જુદાં જુદાં પાસાંને આવરી લેતાં, ઈશ્વરની એકતા પર ભાર મૂકતાં અને ગુરુને શિખામણ આપતાં એવાં કાવ્ય પણ લખ્યાં હતાં.૭પ આમ કવિ દલપતરામે એમની સાદી સીધી શૈલી દ્વારા ધાર્મિક ક્ષેત્રે લેકેનું માનસ જાગ્રત કરવામાં મહત્વનો ફાળો આપે હતે. એમની એ વિશિષ્ટતા હતી કે એમણે ક્રાંતિકારી સુધારાને બદલે લેકમાનસને રૂચે એ રીતે ધીરે ધીરે સુધારો દાખલ કરવાને બોધ આપે. કવિ નર્મદ, કરસનદાસ મૂળજી અને સુધારનું આંદોલન
નવા દષ્ટિકોણથી દુર્ગારામ મહેતાજીને ચીલે ધર્મસુધારણ આંદોલનમાં આગળ પડતો ભાગ લેવામાં નાગર બ્રાહ્મણ નર્મદાશંકર લાલશંકર (ઈ.સ. ૧૮૩૩૧૮૮૬) અને કપોળ વાણિયા કરસનદાસ મૂળજી(ઈ. સ. ૧૮૩ર-૧૮૭૧)ને ફાળા મહત્વને રહ્યો હતો. બંને સુધારક મુંબઈની એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયૂટના વિવાથી હતા અને નવાં મૂલ્યોથી ખૂબ પ્રભાવિત થયા હતા. એમણે હિંદુ સમાજમાં ધાર્મિક ક્ષેત્રે ફેલાયેલાં દૂષણ પર પ્રહાર કરતા લેખ લખ્યા અને આંદોલન ચલાવ્યું. તેઓ મુંબઈની “બુદ્ધિવર્ધક સભા' સાથે ગાઢ રીતે સંકળાયેલા