________________
ધાર્મિક રિથતિ ૨. સહજાનંદ સ્વામી હિંદુ સમાજમાં ઘર્મસુધારણા-આંદોલન
ભારતીય સમાજમાં ધાર્મિક સંબંધોને સામાજિક સંબધથી તદ્દન અલગ પાડી શકાય એમ નથી. ભારતીય સાંસ્કૃતિક પ્રણાલી મુજબ જીવનને એના અખિલ સ્વરૂપમાં જેવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. વળી સામાજિક સંબંધોના પાયામાં ધર્મના શાસનનો સ્વીકાર કરવામાં આવતું હતું. પરિણામે સમય જતાં સામાજિક સંબંધમાં જ અનિષ્ટ પેદા થતાં ગયાં એની પાછળ ધર્મ વિશેની સંકુચિત અને ઘણું વાર વિકૃત દષ્ટિ પણ કામ કરતી હતી. ધર્મને નામે જે કંઈ અનિષ્ટ પેદા થયાં તેની અસર સામાજિક સંબંધ પર પણ પડી, તેથી ધર્મસુધારકોએ ધાર્મિક અનિષ્ટોની સાથે સાથે સામાજિક અનિષ્ટ દૂર કરવાને પણ પ્રયાસ કર્યો.
૧૮મી સદીની શરૂઆતમાં ગુજરાતમાં બ્રિટિશ હકૂમતની સ્થાપના થઈ તે વખતે પ્રણાલીગત માળખામાં રહીને ધાર્મિક સુધારાનું આંદોલન કરનાર સ્વામી સહજાનંદ (ઈ.સ. ૧૭૮૧-૧૮૩૦) હતા. સ્વામી સહજાનંદ પહેલાં પણ ગુજરાતના સમાજમાં નરસિંહ મહેતા (આશરે ઈ.સ. ૧૪૧૪-૧૪૮૧), અખે ભગત(ઈ.સ. ૧૬૧૫૧૬૭૪) અને ભજે ભગત(૧૭૮૫-૧૮૩૦) જેવા ઘણું સંત-ભક્તોએ ધાર્મિક તેમજ સામાજિક ક્ષેત્રે ફેલાયેલાં દૂષણે તરફ સમાજનું ધ્યાન ખેંચ્યું હતું, પરંતુ વ્યાપક અને વ્યસ્થિત રીતે ધર્મ-સુધારણનું આંદોલન એ સહજાનંદ સ્વામીનું વિશિષ્ટ પ્રદાન હતું.
* અયોધ્યા નજીક આવેલા છપૈયા ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા ઘનશ્યામે નાની વયે જ વિરક્તિ લઈને આખા હિંદનું ભ્રમણ કર્યું, જુદા જુદા પ્રકારની સાધના તથા તપશ્ચર્યામાંથી પસાર થયેલા અને નીલકંઠ તરીકે ઓળખાતા આ જુવાન બ્રહ્મચારી દરેક પ્રકારનાં ધાર્મિક જૂથ અને સાધુઓના સંપર્કમાં આવ્યા અને નાના વયે માનવસ્વભાવને પરિચય કેળવ્યો.૪૫ ઈ.સ. ૧૮૦૦ માં એ દક્ષિણ સૌરાષ્ટ્રમાં માંગરોળથી આઠેક કિ.મી.ને અંતરે આવેલ લહેજ ગામમાં આવ્યા અને સ્વામી રામાનંદના શિષ્ય બન્યા. જીવનનાં બાકીના ૩૦ વર્ષ હવે “સહજાનંદ સ્વામી તરીકે ઓળખાતા આ સુધારકે ગુજરાતમાં ગાળ્યાં. રામાનંદે સ્થાપેલા આ સંપ્રદાયમાં સહજાનંદ સ્વામીએ કેટલાક ફેરફાર કર્યા અને એ “સ્વામિનારાયણ સંપ્રદાય” તરીકે જાણીતા થયે.૪
આ સમયે ગુજરાતમાં ધર્મને નામે ઘણું અનિષ્ટ ફેલાયાં હતાં. કેઈ કઈ સંપ્રદાયમાં ધર્મને નામે અનીતિ પણ ક્યાંક ક્યાંક ચાલતી હતી. જુદા જુદા ધર્મ
૩૦