________________
બ્રિટિશ કાલ
‘સુલેમાનો’ ‘અલિયા' અને ‘નાગેશી' તરીકે ઓળખાયા. દાઉદી વહેારા મુસ્લિમ આખા ગુજરાતમાં ફેલાયેલા હતા. ઈ.સ. ૧૮૭૨ ની વસ્તી-ગણતરી મુજબ એમનો સંખ્યા ૧,૩૦,૦૦૦ જેટલી હતી. એમના મુખ્ય ધર્મગુરુ દાઈ–મુલ્લા સાહેબ તરીકે ઓળખાતા. મુખ્ય મથક સુરતમાં હતું, મુખ્ય ધર્મગુરુ દાઈ ઉપરાંત એમની હેઠળ બીજા ચાર કક્ષાના ધર્માં ગુરુ હતા, જેમાં અનુક્રમે ‘માર્ગુન’ ‘મુકાસીર' ‘મશાઇખ’ અને ‘મુલ્લાના સમાવેશ થતા હતા. સુરતમાં ધર્મગુરુએને તાલીમ આપતી એક ધાર્મિક સંસ્થા પણ ઈ.સ. ૧૮૦૯માં સ્થાપવામાં આવી હતી.૩૨
AR
જાફરી વહેારા સુન્ની મુસ્લિમ હતા. તે સૈયદ મહમ્મદ જાફર શીરાઝી(આશરે ઈ. સ. ૧૫૩૫)ના અનુયાયી હતા. સુલેમાની વહેારાનાં કુટુંબ મુખ્યત્વે સુરત ભરૂચ તેમજ ખાંભાતમાં હતાં. દાઉદી વહેારા અને સુલેમાની વહેારા વચ્ચે લગ્ન વ્યવહારના સંબંધ ન હતા. સુલેમાની વહેારાના મુખ્ય ધર્મગુરુ યમન ખાતે હતા. અલિયા વહેારા પંથના સ્થાપક અલીએ ઈ. સ. ૧૩૨૪ માં એની સ્થાપના કરી હતી. સુલેમાની વહેારાની જેમ અલિયા વહેારા પણ દાઉદી વહેારા સાથે લગ્નવ્યવહાર બાંધતા નહિ. નાગાશી વહેારા એ અલિયા વહેારા પથથી આશરે ઈ.સ. ૧૭૮૯માં અલગ થયેલા એક પેટા ફિરકા હતા. નગાશી વહેારામાં પશુનું માંસ ખારાક તરીકે વર્જ્ય હેાવાથી તેએ નાગાશી' તરીકે ઓળખાયા. ૧૯મી સદીના અંતમાં નાગાશી વહેારાનાં ફક્ત ચાર જેટલાં જ કુટુંબ વડાદરામાં વસેલાં હતાં.૯૩
ખાન્ન : શિયા ઇસ્માઇલિયા સ`પ્રદાયના અનુયાયીઓમાં ખાજાઓને પણ સમાવેશ થતા હતા. તે આખા ગુજરાતમાં ફેલાયેલા હતા. ખાામાં સાત વિભાગ હતા, જેમાં ‘ખેડવાયા મેમા’ ‘ગુજરગુપ્તી' ‘મુલ્તાની' ‘અલઈ-ખુરાસાની' ‘મેચી મામા' ‘સેની-લુહાર' ‘કાખુલી' અને ખદખ્ખાની' વગેરેના સમાવેશ થતા હતા.
સામાન્ય રીતે સુન્ની મુસ્લિમ માન્યતા મુજબ અલ્લાહ એક માત્ર ઈશ્વર છે • અને હજરત મહમ્મદ એના પયગંબર છે, જ્યારે શિયા અનુયાયીઓ હજરત મહમ્મદ પછી હજરત અલીને સૌથી ઊંચી કક્ષાના ગણે છે. સુન્ની મુસ્લિમ માટે મક્કા તથા મદીનાની હજ એમની પવિત્ર ફરજ છે, જ્યારે શિયા આ બંને પવિત્ર સ્થળે ઉપરાંત હજરત અલી અને હજરત હુસેનની દરગાહની યાત્રાએ પશુ જાય છે.૩૪
સત્પંથી : ઇસ્માઇલિયાસ...પ્રદાયની મિશનરીએએ ગુજરાતમાં શક્તિસંપ્રદાયમાં માનતા લહાણાઓને આકર્ષવા માટે એમના ધર્મ સિદ્ધાંતામાં પણ કેટલાક ફેરફાર કર્યા હતા, જે મુજબ પ્રથમ ઇસ્માઇલિયા મિશનરી નુરસતગુરુ(આશરે