________________
સાધન-સામગ્રી જે લખાયા છે તેમાંના કેટલાક જ પ્રકાશિત થયા છે. એના ઘટેલા મહત્વને લઈને આ કાલના અનેક શિલાલેખ હજી અપ્રકાશિત રહ્યા છે.
આ કાલના અભિલેખમાં મોટી સંખ્યા પ્રતિમાલેખેની તથા પાળિયાલેખોની છે.
દેવાલય-નિર્માણને લગતા તકતી–લેખમાં કેટલાક અભિલેખ શત્રુંજય પર્વત પર આવેલા છે.છે એમાંથી તે તે દેવાલય બંધાવનારના નામ જ્ઞાતિ કુટુંબ અને નિવાસસ્થાનની તેમજ એના નિર્માણને સમયનિર્દેશ તથા પ્રતિષ્ઠા કરનાર સૂરિનાં નામ અને ગરછની માહિતી મળે છે. એમાંના એક અભિલેખમાં ૮ દેવાલય ઉપરાંત ધર્મશાળા અને ઉપાશ્રય બંધાવ્યાનું તથા ૩૨ પ્રતિમાઓ કરાવ્યાનું નેવું છે ને એ કયા ગચ્છના કયા સૂરિના ઉપદેશથી કરવામાં આવ્યું એ પણ જણાવ્યું છે. એક બીજા અભિલેખમાં પૂર્ત કાર્ય ઉપરાંત યાત્રા તથા દાનનેય ઉલેખ કરવામાં આવ્યો છે. ત્યાંના એક બીજા શિલાલેખમાં અમદાવાદના શેઠ વખતચંદના પૂર્વજોને પરિચય આપી વખતચંદ શેઠે, એમની પત્નીઓએ, પુત્રોએ તથા પૌત્રોએ વિ. સં. ૧૮૬૪ થી ૧૯૭૫ સુધીમાં આપેલાં દાનની વિગત આપવામાં આવી છે. એક બીજા શિલાલેખમાંય વિનયસાગર-કૃત પ્રશસ્તિ કરી છે. એમાં બ્લેક ૧-૧૧ માં અંચલગચ્છની આચાર્ય–પટ્ટાવલી આપી છે, પછી શ્લોક ૧૨-૧૮માં કઠારા(કરછ)ના દાનવીર કેશવજીને તથા એમના કુટુંબ પરિવારને પરિચય આપવામાં આવે છે. મામા સાથે મુંબઈ જઈ ત્યાં વેપાર કરી એ અઢળક દ્રવ્ય કમાયા હતા. એ સંઘ કાઢી સં. ૧૯૨૧ માં શત્રુંજય ગયા ત્યાં એમણે અનેક પ્રદેશોના સંઘોને નિમંયા ને હજારે જિનબિંબની અંજન–શલાકા કરી બે ચિત્ય બંધાવ્યાં તેમજ પાદલિપ્તપુર(પાલિતાણા)માં વિપુલ દ્રવ્ય ખચી જૈનધર્મની પ્રભાવના કરી. એ સમયે ત્યાં હિલવંશી ઠાર સુરસિંહજીનું રાજ્ય પ્રવર્તતું હતું.
શત્રુંજય પરના અનેક લેખ પ્રતિમા–પ્રતિષ્ઠાને લગતા છે. એમાં પ્રતિષ્ઠાની મિતિ, પ્રતિમા કરાવનાર વ્યક્તિ કે વ્યક્તિઓનાં નામ, જ્ઞાતિ ગામ વગેરેની વિગત તથા એની પ્રતિષ્ઠા કરાવનાર સૂરિનાં નામ અને ગ૭ જણાવવામાં આવે છે. આ વિગત સામાજિક તથા ધાર્મિક ઈતિહાસ માટે ઉપયોગી નીવડે છે. એમાં ક્યારેક ચતવિંશતિ તીર્થંકર-પટ્ટ કે પંચપરમેષ્ઠિ–પદને ઉલલેખ આવે છે. ક્યારેક એ સમયના રાજાઓને તથા તેઓના પુત્રોને પણ નામ-નિર્દેશ કરતા.૪૩ રાધનપુર જેવાં બીજા અનેક સ્થળોએ પણ આવા સંખ્યાબંધ પ્રતિમાલેખ કતરેલા છે.૪૪
અમદાવાદમાં દિલ્હી દરવાજા બહાર આવેલી હઠીસિંહની વાડીમાં ધર્મનાથનું ચિત્ય શેઠ હઠીસિંહે બંધાવવા માંડેલું તે એમની હયાતી બાદ એમનાં પત્ની હરકુંવરે પૂરું કરાવી સં. ૧૯૦૩(ઈ. સ. ૧૮૪૭) માં મહત્સવપૂર્વક શાંતિસાગર