________________
બ્રિટિશ કાલ
હિંદુધર્મના આ જુદા જુદા સંપ્રદાયા ઉપરાંત ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઘણા સંતાએ જનસેવા દ્વારા અને પેાતાના નિર્મળ જીવન દ્વારા પ્રજાજીવનને નૈતિક સ્તર ઊ ંચે લાવવા મહત્ત્વના પ્રયાસ કર્યા હતા. એમણે અભ્યાગતા માટે અન્નદાન–સદાવ્રત્ત સ્થાપ્યાં અને દુષ્કાળ દરમ્યાન ગરીબાના પેટના ખાડા પૂર્યા હતા. આવાં ‘સેવામ`દિરા’માં રક્તપીતિયા–કાઢિયાઓની સેવા પણ થતી. આ સંતાએ જીવન અને કવનના અખૂટ ભંડાર ખાલી બતાવ્યા અને ધર્મનાં શ્રેષ્ઠ અંગ-ઉપાંગ એમણે પેાતાનાં ભજનમાં બતાવ્યાં. આવા ઘણા સંતા તા આહીર રબારી ક્રેાળી જેવા સમાજના નીચલા સ્તરોમાંથી આવ્યા હતા. મહીદાસ, લુણેામેર, ગાંગાજી મહારાજ, મીઠા ઢઢી, આણુદાબાવા, જલારામ બાપા, સાયલાના લાલજી ભગત, સતધારના સંત આપા ગીગા, વીરજી ભગત, વાલમરામ, મારાર સાહેબ, મીઠા મા'રાજ, ભીમસા હેબ, ઢાથીજી, દેવીદાસ ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક સંતાએ સૌરાષ્ટ્રના સમાજજીવનમાં ધર્મ-પ્રાણ પૂર્યા હતા.૨૫મ
શ્રાવક વાણિયા : ૧૯ મી સદીના અંત પહેલાં ગુજરાતમાં વાણિયાની કુલ વસ્તીના લગભગ ૬૧ ટકા જેટલી એટલે કે ૩,૩૪,૬૪૫ જેટલી વસ્તી શ્રાવક વાણિયાએ ની હતી. એમાં મુખ્યત્વે દિગંબર અને શ્વેતાંબર એમ બે જૈન સંપ્રદાયાના અનુયાયીએની વસ્તી હતી, દિગંબર સંપ્રદાયના અનુયાયીએની તુલનામાં ગુજરાતમાં શ્વેતાંબર પથના અનુયાયીઓની વસ્તી વધારે હતી. વળી શ્વેતાંબર સંપ્રદાયના અનુયાયીએ ૮૪ જેટલા વાડા કે ગામાં વહે ચાયેલા હતા. ઓગણીસમી સદી દરમ્યાન લગભગ ૧૫ થી ૨૦ જેટલા જ પ્રવત માન ગચ્છામાં લાંકાગચ્છના જેને, જીવજંતુની હિંસા ન થાય એ માટે વિશેષ કાળજી રાખતા. આ ગચ્છના અનુયાયીઓ મૂર્તિપૂજામાં માનતા નહિ. આશરે સે વર્ષ પહેલાં લાંકાગચ્છમાં પડેલો તડને પરિણામે ઢૂંઢિયા કિવા સ્થાનકવાસી નામને નવા ગચ્છ અસ્તિત્વમાં આવ્યા હતા. આ ગચ્છનાં સાધુએ વસ્ત્રો કે શરીરને પાણીને સ્પર્શી કરવા દેતા નહિ સૌરાષ્ટ્રમાં ઢૂંઢિયાનું પ્રમાણ વિશેષ હતું. ૨
ઇસ્લામ ધર્મના અનુયાયીઓ : ગુજરાતમાં ગણતરી મુજબ મુસ્લિમેાની વસ્તો ૧૧,૧૩,૦૦૦ ૧૦.૦૭ ટકા જેટલી હતી.
830
ઈ.સ.૧૮૯૧ ની વસ્તીજેટલી એટલે કે કુલ વસ્તીના
ગુજરાતના મુસ્લિમેાને ખે ભાગમાં વહેંચી શકાય : એક, જેમના વડવા બહારથી આવીને હિંદમાં વસ્યા હતા અને ખીજા, જે હિંદુમાંથી મુસ્લિમ થયેલાના વંશજ હતા. ખાસ કરીને સૈયદ શેખ મેગલ અને પઠાણુ બહારથી • આવીને અહીં સ્થિર થયેલા મુસ્લિમાના વંશજ હતા. આ ઉપરાંત અંશતઃ બહારથી આવીને વસેલા મુસ્લિમામાં સીદી વહાખી કાબુલી નાયતા અગરા ખલ્તિયા