SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૧ પત્રકારત્વ થયેા હતેા, વીસેક વર્ષોં પર ‘પ્રિયંવદા'−‘સુદર્શÖન' અસ્તિત્વમાં આવ્યાં હતાં, એ જ નિયમાનુસાર આજે વસંત'ના પ્રાદુર્ભાવ થાય છે.' ‘સમયનુ યોગ્ય પ્રતિબિમ્બં ઝીલીને તેના જીવ-વકાસમાં સહાયક થાય,' યથાશક્તિ ગુજરાતી સાહિત્યના વધારા થાય અને તે ગુજરાતી ભાષામાં’૩૧ એવા ઉદ્દેશ સાથે આ સામયિકનેા પ્રારંભ થયા. ‘વસન્ત’ ગુજરાતી સાહિત્યની એક વિશેષ ઘટના તરીકે પ્રમાણિત થયું. શ્રી હીરાલાલ પારેખે આ સામયિક વિશે તેથ્યુ' છે; ‘વસન્ત પ્રગટ થયુ... એ પૂર્વે અંગ્રેજીમાં કેળવાયેલા વર્ગ ગુજરાતી લેખન અને ગુજરાતી સાહિત્યના અભ્યાસ પ્રતિ બહુ ખેદરકાર અને એકદર રહેતા. સામાન્ય વાતચીત અને પત્રવ્યવહારમાં પણ રાજભાષાને ઉપયોગ થતા. આ પરિસ્થિતિ વિપરીત અને અનિષ્ટ હતી. અંગ્રેજી કેળવણીની શરૂઆત થઈ ત્યારે સર ચાર્લ્સ વડે તેના ખરીતામાં ચેમ્બુ` માંગી લીધેલું કે આ નવીન કેળવાયેલા વ, પેતાને પ્રાપ્ત થયેલ પાશ્ચાત્ય જ્ઞાન અને વિદ્યાનેા લાભ પોતાના અન્ય એને માતૃભાષામાં ઉતારી આપશે. પણ એ આશા નિષ્ફળ નીવડેલી અને તેથી સર જેમ્સ પીલે એ વિષે ઉલ્લેખ કરતાં માતૃભાષાની એ અવગણનાને વદેશાભિમાનની ખામી' છે એવું જણાવેલું. પ્રિન્સિપાલ ધ્રુવે, એ ‘હૃદયવેધક' શબ્દો ખરા છે એમ વસન્ત'ના પ્રથમ અંકમાં, તેનાં ઉદ્દેશ, નામ અને સૂત્રમાં લખતાં, સ્વીકારેલું. પણુ તે પછી પરિસ્થિતિ સુધરી ગઈ છે અને અત્યારે સંખ્યાબંધ ગ્રૅજ્યુએટા જુદી જુદી રીતે જુદાં જુદાં ક્ષેત્રોમાં પેાતાનાં અભ્યાસ અને જ્ઞાનના લાભ ગુજરાતી દ્વારા આપી રહ્યા છે. તેને ઉત્તેજન આપી બહાર આણી, એને પોષવાના યશ ખરું કહીએ તા 'વસન્ત'ના તંત્રીને ધટે છે. ગુજરાતી માસિામાં આ સામયિકે વિદ્વત્તાભયુ"," સ દેશી અને સંસ્કારી વાતાવરણ ઊભું કર્યું છે.’૩૨ - ૧૯૧૩ માં હરગોવિંદદાસ કાંટાવાળાનું ‘સાહિત્ય” આવ્યું. આ સામયિક અને એમના જ હાથે પ્રકાશિત થયેલું ‘પ્રાચીન કાવ્ય' ત્રિમાસિક(૧૮૮૫), ખંનેનું ગુજરાતી સાહિત્યની સેવામાં મહત્ત્વનું પ્રદાન રહ્યું છે. સાહિત્ય' દ્વારા ઘણાં પ્રાચીન કાવ્ય પ્રકાશમાં આવ્યાં. એ ઉપરાંત સાહિત્યચર્ચા, ગ્રંથાવલેાકન, વિવિધ સ્વરૂપેાની સામગ્રી વગેરે સાહિત્ય'માં પ્રકાશિત થતી. બળવંતરાય ઠાકારે આ સામયિક વિશે ૧૯૩૩માં નાંખ્યુ હતું કે રા. મટુભાઈના તંત્રી-પદે ચાલતા સાહિત્ય' વીસ વર્ષમાં બજાવેલી સેવામાં પ્રગટ થતી ચાપડીઓનાં એમણે તત્કાળ લખેલાં લખાવેલાં અને મળે તેવાં છાપેલાં અવલેાકનેાની સેવા ઘણી મેાટી છે ... સાહિત્ય' માસિકે એના વ્યસની વ` વર્ષોથી ઉપજવી લીધા છે.૩૩ ૧૯૧૪ ના વર્ષ સુધીનાં આ મહત્ત્વનાં સામયિકેા. આ ઉપરાંત વિવિધ
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy