________________
બ્રિટિશ કાલ
સામાન્ય જ્ઞાનના વિષયવૈવિધ્યથી આ માસિકે ગુજરાતમાં આદરનું સ્થાન મેળવ્યું. શ્રી વિશ્વનાથ ભટ્ટના શબ્દોમાં પ્રાચીનતાની દૃષ્ટિએ પ્રથમ સ્થાન “બુદ્ધિપ્રકાશ”ને મળશે. તે ગુજરાતી ભાષાનું જૂનામાં જૂનું માસિક પત્ર છે. આપણા પ્રજાજીવનના જૂના અને નવા જમાનાને એણે સાકળ્યા છે અને આજના વાચકને પાશ્ચાત્ય વિદ્યાસંસ્કૃતિના પ્રારંભની અસરના ઉત્સાહમય દિવસે સુધી દોરી જવાનું એનામાં
સાહસ છે.’૨૯
re
૧૮૫૧ માં મહિને બે વાર પ્રકાશિત થતું એક સામયિક શરૂ થયુ તે દાદાભાઈ નવરાજીનું... ‘રાસ્ત ગાતાર'. આ ગાળામાં બહેરામજી ગાંધીના ‘ચિત્રજ્ઞાનદર્પણ”ના લેખા પર હુલ્લડનુ દુર્ભાગ્ય આવ્યું હતું. એવી સ્થિતિમાં સ્વતંત્ર પારસી પત્રની જરૂરિયાત કેટલાક પારસી સજ્જનાને લાગો. રહનુમાએ મજયા સનન સભા મુંબઈમાં હતી જ, એણે ૧૫ નવેમ્બર, ૧૮૫૧થી ‘રાસ્ત ગેફતાર' શરૂ કર્યું... શેઠ ખુરશેજી કામા એને મદદ કરવામાં આગળ હતા. પ્રારંભના ત્રણ અામાં દાદાભાઈએ પારસી સમાજ પરના આક્રમણને ચિતાર આપેલા. શરૂઆતમાં એ પાક્ષિક હતું, પછીથી ૧૮પર થી સાપ્તાહિક બન્યું. કરસનદાસ મૂળજીએ ‘સત્યપ્રકાશ’ એની સાથે જોડી દેતાં ૧૮૬૨ માં એ ‘રાસ્ત ગેફતાર અને સત્યપ્રકાશ' બન્યું. દાદાભાઈ, કરસનદાસ મૂળજી, કેખુશરુ કાળરાજી, કાવસજી ખંભાતા જેવા ઘણા મહાનુભાવોના તંત્રી તરીકેના લાભ આ પત્રને મળ્યા.
૧૮૫૧ માં ‘બુદ્ધિવર્ષીક ગ્રંથ' શરૂ થયું. ન`દની એક વાર્તા એના શરૂઆતના અંકમાં વ્હેવા મળે છે : હાનપણમાં લગ્ન થવાથી થતાં માઠાં પરિણામ’. અલબત્ત, વાર્તાઓનું સ્વરૂપ ઘડવાની શરૂઆત ‘બુદ્ધિપ્રકાશે' કરી હતી અને ખીન્ન સામયિાએ એનું અનુકરણ કરેલું', ‘આધપ્રકાશ' (જેનું પૂર્વનામ ‘હૃદયચક્ષુ' હતુ.) એ અંગે (કાત્તુિંક, સં. ૧૮૯૧) લખે છે, ‘હાલમાં બુદ્ધિપ્રકાશ વગેરે જે ચેાપાનિયાં નીકળે છે તે દરેકમાં એકાદ નીતિબાધક વાર્તા લખવામાં આવે છે તે પ્રમાણે અમે પણ આપીશું.'
૧૮૬૨ માં ‘ગુજરાત શાળાપત્ર' આવ્યું. પ્રારંભે એના ત ંત્રી મહીપતરામ. હતા. ‘બુદ્ધિપ્રકાશ' સામે કેટલાક વિષયા પર (જેમ કે પ્રેમાનન્દ્વ શ્રેષ્ઠ કે શામળ ?) એણે ચર્ચાયુદ્ધ છેડેલું. ૧૮૭૨ માં નવલરામે આ સામયિકનું તંત્રી-પદ સ ંભાળ્યું. નવલરામે એમાં ગ્રંથાવલાકન સાથે સૈદ્ધાંતિક અને અતિહાસિક વિવેચન-દૃષ્ટિના સમન્વય કરીને એને ઊંચી કોટિએ પહેાંચાડયું. નવલરામના મૃત્યુ બાદ એનુ` સ્થળાંતર: રાજકોટથી અમદાવાદ યું. કમળાશકર ત્રિવેદી પણ આ સામયિકના તંત્રી રહેલા..