________________
પત્રકારત્વ
આ ઉપરાંત ગુજરાતમાં કેટલાંક પત્ર નકળેલાં અને પ્રમાણમાં ટૂંક મુદત ચાલી વિરમી ગયેલાં. એ બધાંને વિશે પૂરી તેમજ આધારપારા માહિતી મેળવવાનું કઈ સાધન રહ્યું નથી. અહીં તહીં બધાં વિશે થયેલા ઉલ્લેખ પર આધાર રાખી, જે માહિતી મળી છે તે, આ વિષયનું ચિત્ર બને તેટલે અંશે પૂર્ણ બને એ વિચારે, પરિશિષ્ટ રૂપે આપી છે.
ગુજરાતી પત્રકારત્વના પહેલા બે યુગ દરમ્યાન (પહેલે ૧૮૨૨ થી ૧૮૮૦ સુધીને, બીજે ૧૮૮૦ થી ૧૯૧૯ સુધી) આખું અંગ્રેજીમાં છપાતું કઈ વૃત્તપરા ગુજરાતમાં નીકળ્યું હોય એવી માહિતી મળતી નથી. ઉર્દૂમાં કોઈ પત્ર કદાચ પ્રગટ થયાં હોય. વડોદરા જેવા રાજ્યમાં મરાઠી પર પ્રગટ થયેલું ખરું, જેને ઉલલેખ “સયાજી વિજય’ વિશે લખતાં કર્યો છે. અંગ્રેજી ભાષાનાં સળંગ વર્તમાનપત્ર ગુજરાતમાં નહોતાં, પણ ગુજરાતી વર્તમાનપત્રોમાં અને એમાંયે સવિશેષ સાપ્તાહિકમાં તંત્રી તરફથી અંગ્રેજી ને લાંબો સમય પ્રગટ થયેલી. પ્રાંતિક ભાષાથી અજાણ સરકારી અમલદારો એ વાંચે અને પ્રજા-અવાજ પારખે એવે એ પાછળ આશય હતે. આવી કતારો ત્યારના વિદ્વાને લખતા અને પરિણામે એ સારી રીતે લખાવા ઉપરાંત શિક્ષિત સમાજ અને સરકારી અમલદારોનું સારું લય ખેંચતી. ગુજરાતી વૃત્તપત્રોમાં અંગ્રેજીમાં આવી ને પ્રગટ થાય એ સામે ગાંધીજીએ અણગમો દર્શાવતાં ત્રીજા યુગમાં મુંબઈમાં અને ગુજરાતમાં
એમ થતું બંધ થઈ ગયું, પણ મુંબઈનાં કેટલાંક પારસી પત્રોમાં અંગ્રેજી વિભાગ -હજીયે પ્રગટ થાય છે.
ગુજરાતના પત્રકારત્વના પહેલા યુગ દરમ્યાન ભાષાનું ખેડાણ ઘણું ઓછું, નહિ જેવું થયું, ત્યારે પત્રોમાં ભાષાશુદ્ધિ કે સાહિત્યને ભાગ્યેજ ખ્યાલ હતા. એમાં ત્યારે જે ચર્ચા થઈ તે પણ મોટે ભાગે ધર્મને નામે અને કેટલાક અપવાદ બાદ કરતાં એમાં સંકુચિત વિચારસરણી પ્રગટ થઈ. સુધારકાને અવાજ દબાવી દેવા પત્રોની કતારેને સારે જે ઉપગ થયે. રાજકીય વિષયની ચર્ચા કરતાં આગળ વધેલા વિચાર દર્શાવનાર પત્રોમાં પણ સામાજિક સુધારાને ક્ષેત્રે સામાન્ય રીતે સ્થિતિરક્ષક વિચાર પ્રગટ કર્યા. ત્યારની પ્રજાને પણ એ એકંદરે ગમ્યું. સાચી રીતે દેશને રાજકીય સુધારા અને સંસારસુધારા બંનેની આવશ્યક્તા હતી, પણ ત્યારે એ દિશામાંના પ્રાણવાન પ્રચારને સમય પાક્યો નહોતો. એ સ્થિતિ કેટલેક અંશે બીજા યુગમાં અને પૂરે અંશે ગાંધીયુગમાં આવી.
સમાચારનું સ્થાન પહેલા યુગમાં ગૌણ હતું. બીજા યુગમાં સ્થિતિ પલટાઈ. પ્રજાને માનસિક વિકાસ સાથે સમાચાર માટેની એની ભૂખ વધી. રેલવે અને