________________
પત્રકારત્વ
સયાજીવિજયની સ્થાપના અને પ્રગતિ વડોદરાનરેશ અને એમની સરકારના સમર્થનને આભારી હાઈ એની નીતિ સત્તાધીશોની તરફદારી કરનારી રહી. પ્રજાલાગણીને પ્રસંગે પાત્ત એ થાબડે ખરું, પણ એને વેગ ને આપે, દરવણ ન આપે. ખબર વગેરેની વિપુલતાથી એ વડોદરા રાજ્યનું આગેવાન અખબાર બન્યું. રાજ્યના ગામે ગામ એને ફેલાવો થયે, પણ વૃત્તપત્ર તરીકે એનું કઈ અંગ વિકસ્યું નહિ કે આકર્ષક બન્યું નહિ.
ઉપર કહ્યું તેમ “સયાજીવિજયનું કોઈ આકર્ષક અંગ નહતું. એનું સાહિત્યસ્થાન પણ ઊંચું ન લેખાય, પરંતુ ગુજરાતી સાહિત્યના આકાશમાં એક ઝળહળતે સિતારો ચમકાવવાનું શ્રેય એને છે. રમણલાલ વસંતલાલ દેસાઈ લેખક તરીકે આગળ નહેતા આવ્યા ત્યારે “સયાજીવિજય'ના તંત્રીએ એમને ખાળી કાઢયા. એમની નવલકથાઓ ભેટ-રૂપે “સયાજીવિજયના ગ્રાહકોને મળતી થઈ. રમણલાલ દેસાઈની કલમકલાને ગુજરાત સમક્ષ પ્રથમ વાર ધરનાર “સયાજીવિજય” છે.
ખેડા વર્તમાન” પછી કેટલોક સમય રહીને સુરતમાં શરૂ થયેલા પત્રે ગુજરાતનાં વર્તમાનપત્રના વિકાસમાં મહત્વનું પ્રદાન કર્યું છે. દીનશા અરદેશર તાલેયારખાને તા. ૧૩-૯-૧૮૬૩ ને દિને સુરતથી “સુરતમિત્ર' નામનું દર રવિવારે બહાર પડતું પગ શરૂ કર્યું. પત્રને સારે ટકે મળતાં તા. ૧૧-૯-૧૮૬૪થી પત્રનું નામ ફેરવી ગુજરાતમિત્ર' રખાયું અને સુરત બહારના પ્રશ્નોને પણ એમાં સારું સ્થાન અપાયું. દીનશા કઈ પણ સ્થળે ગેરરીતિ કે અપખુદી ચાલતી જણાતાં ગરમ થઈ જતા અને પિતાની કલમ દ્વારા એ દૂર કરાવવા ખંતીલા પ્રયાસ કરતા. એમ કરવામાં ગમે તેવા મેટા માનવીની એ પરવા કરતા નહિ. અંગ્રેજ હોદેદારો અને દેશી રાજાઓની આપખુદી સામે ગજવામાં એમણે પાછળ વળી જોયું નહોતું. એમની સૌથી યાદગાર લડત એ સમયના વડોદરાનરેશ મહારરાવ ગાયકવાડ સામે હતી. એ રાજવીની રાજનીતિ સામે એમણે હિંમતથી લખે રાખ્યું તેથી ભારે સનસનાટી મચી ગઈ અને સરકારને એ પ્રત્યે ધ્યાન આપવાની ફરજ પડી. પરિણામે મહારરાવ અંગે તપાસ થઈ અને એમણે ફરજિયાત ગાદીત્યાગ કરવો પડયો.
એક સદી પૂર્વે શક્તિશાળી દેશી રાજવીઓનાં નામ દઈ જાહેરમાં એમની ખામી દેખાડનાર અને ખબર લઈ નાંખનાર “ગુજરાતમિત્ર'ના તંત્રી કેટલા નીડર હશે ! એમની નીડરતાની સ્તુતિ “ધી બોમ્બે રિવ્યુ' માં પણ કરવામાં આવી હતી.૧૩
૨૮