________________
ગુજરાતી ગ્રંથનાં લેખન તથા પ્રકાશને વિકાસ
૪૧૯ જરૂર અને સૂચનાઓ” અને “હિમવરપ્રતિબંધક બેધ' એ કૃતિઓ ઉલ્લેખપાત્ર છે. વડોદરા રાજ્યને વહીવટ ગુજરાતીમાં ચાલતા હાઈ કાયદાને લગતાં ઘણું પ્રકાશન રાજ્ય તરફથી થયેલાં છે.
ચેથી ગુજરાતી સાહિત્ય પરિષદ વડોદરામાં રણછોડભાઈ ઉદયરામ દવેના પ્રમુખપદે ૧૯૧૨માં મળી તે સમયે માતૃભાષાના સાહિત્યની અભિવૃદ્ધિ કરવાના સદુદ્દેશથી સયાજીરાવ ગાયકવાડે ખાનગી ખાતામાંથી બે લાખ રૂપિયાની દેણગી જાહેર કરી હતી, જેના વ્યાજમાંથી “શ્રી સયાજી સાહિત્યમાળા” અને “શ્રી સયાજી બાલજ્ઞાનમાળાએ બે પુસ્તકોણીઓ શરૂ થઈ. કેટલીક પૂર્વતૈયારી પછી એ શ્રેણીઓનું કામ વિદ્યાધિકારી કચેરીની ભાષાંતર શાખા દ્વારા ૧૯૧૭ માં શરૂ થયું હે ઈ આપણા સમયગાળામાં એ આવતું નથી. ૧૬ ગુજરાતી પ્રેસ
ઈચ્છારામ સૂર્યરામ દેસાઈએ મુંબઈમાં ૧૮૮૦માં શરૂ કરેલા “ગુજરાતી સાપ્તાહિકની વિવિધ કતારોએ, અગ્રલેખએ, દીપોત્સવી અંકોએ, વાર્ષિક ભેટ પુસ્તકોએ તથા પ્રાચીન કાવ્ય, ઐતિહાસિક-સામાજિક નવલકથાઓ અને વિવિધ વિષયનાં સ્વતંત્ર પુસ્તકોએ, સંસ્કૃત સાહિત્યની ધાર્મિક અને સાહિત્યિક વિવિધ કૃતિઓનાં ભાષાંતરોએ તથા ચંદ્રકાન્ત જેવા વેદાંતવિષયક લેકપ્રિય ગ્રંથાએ ૧૮૮૦ થી પહેલા વિશ્વયુદ્ધના પ્રારંભ (૧૯૧૪) સુધીના ગુજરાતની વિચારસૃષ્ટિ સાહિત્યરુચિ અને ભાષા ઘડવામાં તથા વિદ્યારસ કેળવવામાં અગત્યનું પ્રદાન કર્યું છે. ગુજરાતી સાહિત્ય પરિષદ
- અમદાવાદમાં સ્થપાયેલી ગુજરાત સાહિત્ય સભા (૧૯૦૩)ના પ્રાણભૂત રણજિતરામ વાવાભાઈ મહેતાના સ્વપ્નની સિદ્ધિરૂપે ગુજરાતી સાહિત્ય પરિષદ ૧૯૦૫ માં અસ્તિત્વમાં આવી અને એનું પ્રથમ અધિવેશન એ વર્ષમાં અમદાવાદ ખાતે “સરસ્વતીચંદ્ર'કાર ગેવર્ધનરામ ત્રિપાઠીના પ્રમુખપદે મળ્યું; બીજુ અધિવેશન ૧૯૦૭ માં મુંબઈમાં કેશવલાલ હર્ષદરાય ધ્રુવના પ્રમુખપદે, ત્રીજુ ૧૯૦૯ માં રાજકોટ ખાતે અંબાલાલ સાકરલાલ દેસાઈના પ્રમુખપદે અને ચોથું ૧૯૧૨ માં વડોદરા ખાતે, ઉપર કહ્યું તેમ. રણછોડભાઈ ઉદયરામના પ્રમુખપદે મળ્યું હતું. વીસમી સદીના આરંભને સમય એવો હતો કે “ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અને “ફાર્બસ ગુજરાતી સભા' એ બે સંસ્થાઓને બાદ કરતાં, સમસ્ત ગુજરાતીભાષી પ્રજાને સાહિત્ય અને વિદ્યાના રસથી આંદલિત કરી એને સાહિત્ય પ્રીત્યર્થે સંમેલન સમાજરૂપે એકત્રિત કરનાર એકેયે સંસ્થા કે સંગઠનનું