________________
૧૬
. . બ્રિટિશ કા. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી
પ્રકરણ ૧૨-૧૩ માંના નિરૂપણથી સ્પષ્ટ થશે કે ગુજરાતમાં શિક્ષણ ભાષાવિકાસ અને સાહિત્યપ્રકાશનક્ષેત્રે નવજાગૃતિ લાવવામાં ગુજરાત વર્નાકયુલર સોસાયટીનું પ્રદાન મહત્વનું છે અને પ્રસ્તુત સમયગાળામાં લલિતેતર વા મને. ઠીક મોટો અને મહત્ત્વનો અંશ સંસ્થાએ પ્રગટ કરેલો છે. ફાર્બસ ગુજરાતી સભા
આ સંરથાની ૧૮૬૫ માં સ્થાપના થયા પછી પ્રસ્તુત કાલખંડમાં એનું મહત્વનું પ્રકાશન “રાસમાળા'નું ગુજરાતી ભાષાંતર છે. ભૂતપૂર્વ વડોદરા રાજ્ય
કવીશ્વર દલપતરામે વડોદરા ખાતે ખંડેરાવ ગાયકવાડના દરબારમાં રૂડી ગુજરાતી વાણીરાણીના વકીલ તરીકે કવિતામાં ગુર્જરી વાણીવિલાપ'(૧૮૬૪), રજૂ કર્યો તથા ગુજરાતીને રાજ્યવ્યવસ્થામાં ઉચિત સ્થાન આપી શાળાઓ, સ્થાપવાની હિમાયત કરી અને ખંડેરાવ મહારાજાએ એ માટે બનતું કરવાની ખાતરી, આપી, પણ એ ખાતરી અમલમાં મુકાય ત્યાર પહેલાં મહારાજનું અવસાન થયું.. એ પછી કેટલાક સમય મલ્હારરાવ ગાયકવાડનું અવ્યવસ્થિત તંત્ર ચાલ્યું. એ પછી સયાજીરાવ ત્રીજા(૧૮૭૫–૧૯૩૯)ને રાજ્યકાલનાં ચેસઠ વર્ષમાં જીવનનાં વિવિધ ક્ષેત્રમાં વડોદરા રાજ્યની પ્રગતિ થઈ તેમાં મહારાજાના વિદ્યાપ્રેમને કારણે ગુજરાતી સાહિત્યને પણ મેટા વેગ મળે. આપણું સમયગાળામાં એ ક્ષેત્રે વિશિષ્ટ અને વિવિધ વિષમાં થયેલાં પ્રકાશનાદિની સંક્ષિપ્ત નોંધ અહીં લઈશું..
રાજ્યાશ્રયને કારણે વડોદરા સંગીતનું કેન્દ્ર પણ હતું અને વડોદરામાં પ્રથમ ગાયનશાળા મહારાજા સયાજીરાવે સ્થાપી. વળી રાજ્યનાં બીજાં કેટલાંક નગરમાં પણ સંગીતશાળાઓ સ્થપાઈ અને શાળાઓના ઉપયોગ માટે ભારતમાં સૌ પ્રથમ સંગીતની સ્વરલિપિ (નેટેશન) પદ્ધતિ ઉસ્તાદ મૌલાબક્ષે દાખલ કરી તથા એમણે અને એમના પુત્રએ એ વિશેનાં કેટલાંક પુસ્તક તૈયાર કર્યા. એમાં મૌલાબક્ષકૃત, ગાયનનું પુસ્તક ભાગ ૧ અને ૨', “ગાયન–શાળામાં ચાલતી ગાયનની ચીજોનું પુસ્તક, ભાગ ૨ થી ૬” તથા “સંગીતાનુભવ” અને “સંગીતાનુસાર ઈદેમંજરી', મૂર્ત જાખાં મૌલાબક્ષકૃત “જૂની ગુજરાતી વાચનમાળાની કવિતાનું નોટેશન, અલાઉદ્દીન ઘીરેખાંસ્કૃત “નવી ગુજરાતી વાચનમાળા નેશન” અને “સિતારશિક્ષણ', ઉસ્માનખાં સુલતાનખાંસ્કૃત ‘તાલપદ્ધતિ' આદિ નોંધપાત્ર છે. ગુજરાતી