________________
ગુજરાતમાં મુદ્રણને ઉગમ અને વિકાસ એની પાસે હાથથી બીબાં અટવાના જૂના મોલ્ડ પણ છે, અને “ગુજરાતી" પ્રેસમાં જૂના છાપખાનામાં છપાવેલી ચોપડીઓ, અસલ કેવું છપાતું હતું તેના નમૂનાઓ તરીકે સંગ્રહ કરેલી છે. સૌથી મોટી અને જૂની ટાઈપ ફાઉન્ડરી સ્વજાવજી દાદાજીની છે. સ્વ. જાવજી ટેમસ ગ્રેહામને ત્યાં નેકરીએ હતા, તેમને નિર્ણયસાગર' નામની ટાઈપ ફાઉન્ડરી ૧૮૬૧ માં કાઢવાની સગવડ મળી હતી, જેમાં મોલ્ડ જીવણ લુહારના હતા. એ પછી ૧૮૮૫ માં સુરતના મેસર્સ ઘેલાભાઈ. અને કીકાભાઈએ બીબાં બનાવવાનું કારખાનું કાઢયું, ગુજરાતી ટાઈપ ફાઉન્ડરીને જન્મ ૧૯૦૦માં થયો અને એ અમેરિકન પોઈટ સિસ્ટમ પર અને ત્રાંબામિશ્રિત, ધાતુમાં બીબાં પાડનાર હિંદમાં પહેલી ફાઉન્ડરી છે.
આ પૂર્વે સુરતમાં ૧૮૪રમાં રુસ્તમજી નામના એક પારસી રુસ્તમપરામાં સીસાનાં બીબાંનું છાપખાનું કાઢયું હતું અને જદુરામનું શિલાછાપનું છાપખાનું હતું. અમદાવાદમાં બાજીભાઈ અમીચંદનું શિલાછાપનું છાપખાનું ૧૮૪ર માં સ્થપાયું હતું અને ૧૮૬૪ માં યુનાઈટેડ પ્રિન્ટિંગ પ્રેસ' સ્થપાયું. સુરત મિશન પ્રેસ ૧૮૪૫ માં સ્થપાયું.'
શિલાછાપ-પદ્ધતિ મુખ્યત્વે મેટાં પિસ્ટ તેમજ સચિત્ર ગ્રંથ છાપવામાં પ્રયોજાતી હતી. બ્લેક બનાવવાની તેમજ ઍફસેટ મુદ્રણની પદ્ધતિને વ્યાપક પ્રચાર થતાં હવે શિલાછાપ-પદ્ધતિ બંધ થવા આવી છે.
પાદટીપ ૧. અનંત કાકબા પ્રિયેળકાર, ગુજરાતી મુદ્રણકલાનું આદિપર્વ', “ફાર્બસ ગુજરાતી સભા
મૈમાસિક”, પૃ. ૧૩, અંક ૪, પૃ. ૩૨ ૨. એજન, પૃ. ૩૭–૩૮ ૩. એજન, પૃ. ૪૯ ૪. “મુંબઈ સમાચાર : દોઢ વર્ષની તવારીખ, ૧૮૨૨-૧૯૭૨', પૃ. ૯-૧૩ ૫. “ગુજરાતી મુદ્રણની શતવષ, ૧૮૧૨-૧૯૧૨', “ગુજરાતી, દિવાળી અંક, ૧૯૧૨