________________
બ્રિટિશ કાલ ' કેરિયને એ છાપકામ માટે ધાતુનાં બીબાં ઢાળવાનું શેધી કાઢ્યું હતું અને એવાં બીબાં પરથી રાજ્યપત્રોનું છાપકામ કર્યું હતું.
મુદ્રણની શોધના મૂળમાં ચીન અને કેરિયા બંને દેશની પ્રજાઓને પુરુષાર્થ છે એ વિશે વિવાદ નથી; પરંતુ આ દેશોની ચિત્રલિપિને કારણે ધાતુનાં બીબાં બનાવવાનું એમને માટે સરળ નહેતું, એટલું જ નહિ, એ લિપિઓમાં વર્ણાક્ષરોની પ્રચુરતાને કારણે મુદ્રણ માટેનાં ધાતુનાં બીબાં વિકસાવવાનું એમને માટે મુશ્કેલ હતું. હજુ આજે પણ વર્ણાક્ષરોની પ્રચુરતા એ ચીની, કોરિયન તથા જાપાની લિપિનું એવું લક્ષણ ગણાય છે જે કે સરળ મુદ્રણ માટે બાધારૂપ લેખાય છે.
આ સંજોગોમાં ચીનથી પશ્ચિમના દેશમાં પહેચેલી મુદ્રણકળાને વ્યાપક બનાવવામાં જર્મનીના જહોન ગુટનબર્ગને સફળતા મળી(૧૪૪૦). એણે પહેલવહેલી વાર એકબીજા સાથે ગઠવી શકાય તેવાં અને એના પરથી છાપકામ કરી લીધા બાદ ફરી પાછાં છૂટાં પાડી શકાય તેવાં અને ફરી કામમાં લઈ શકાય તેવાં ધાતુનાં બીબાંઓની શોધ કરી. આ કારણે જહેન ગુટનબર્ગને મુદ્રણને પિતા ગણવામાં આવે છે.
ત્યારબાદ લગભગ એકસે દસ વરસે મુદ્રણકળાનું હિંદમાં અવતરણ થયું. તા. ૬ નવેમ્બર ૧૫૫૬ ના રોજ જે સૂઈટ પાદરીઓ ગોવાના બંદર પર એક છાપખાનું અને મુક લઈ ઊતર્યા. આ મુદ્રકનું નામ જુઆનદ બુસ્તામાંતે (Juan de Bustamante) હતું. આ આદમી સ્પેનિશ હતે. ગોવામાંના છાપખાનામાંનાં બીબાં રોમન હતાં. એ છાપખાનામાં લેટિન કે પર્ટુગીઝ ભાષામાં ગ્રંથ છપાતા. ૧૬૧૬ ની સાલમાં ગાવામાં મરાઠી એવીબદ્ધ ખ્રિસ્તપુરાણ મુદ્રિત થયું, અલબત્ત એ
રોમન લિપિમાં હતું. આ પુરાણને કર્તા ફાધર ટોમસ સ્ટિફન્સ એ હિંદની ભૂમિ . પર પગ મૂકનાર પહેલે અંગ્રેજ હતા. એમ મનાય છે કે એણે પિતાના વડીલોને ઇંગ્લેન્ડમાં વખતોવખત જે પત્ર મોકલ્યા હતા તે ઈસ્ટ ઈન્ડિયા કમ્પનીની સ્થાપનામાં પ્રેરક બન્યા હતા. ગાવામાં રેમન લિપિમાં છાપેલા બીજા કેટલાક મરાઠી ગ્રંથ ઉપલબ્ધ છે.
હિંદુસ્તાનમાંની મુદ્રણકલાના પહેલા પ્રવેશની દૃષ્ટિએ જ કેવળ ગોવામાંના આ મુદ્રણાલયને મહત્વ અપાય છે. પોર્ટુગીઝ મિશનરીઓએ છાપખાનાને લિહિતમંડપ' એવું નામ આપ્યું છે. ૧
હિંદુસ્તાનના દેશી મુદ્રણના આઘ આચાર્યનું માન સર ચાર્લ્સ વિલ્ફિન્સ(Charles Wilkins)ને આપવું જોઈએ, કારણ કે એના પ્રયત્ન દેશી મુદ્રણના