________________
બ્રિટિશ કાટ ૧૭. ડો. નીલકંઠરાય છત્રપતિ તથા ઉપરના લખાણમાં એમની પછી તુરત જેમને નિર્દેશ છે
તે ડૉ. ત્રિભુવનદાસ શાહ અમદાવાદની બી. જે. મેડિક્લ સ્કૂલમાં અધ્યાપક હતા. ડે. છત્રપતિને અકાળે અંધત્વ સાંપડયું હતું, પણ તેઓ દર્યવાન વિચક્ષણ અને પરા આશાવાદી હતા. નિરાશામાં નહિ ડૂબી જતાં એમણે અંધશિક્ષણને માર્ગ છે અને અંધજને માટે ગુજરાતી બ્રેઇલ લિપિ યોજવામાં અગ્રયાયી બન્યા. મુંબઈમાં અંધશાળા સ્થાપવામાં એમનું મેટું યોગદાન હતું અને મૃત્યુ સુધી તેઓ એ શાળાના આચાર્યપદે રહ્યા હતા (ડો. છત્રપતિના જીવન-ચતિ માટે જુઓ “કુમાર”, એપ્રિલ,
૧૯૭૮ માં અશોક ઠાકોરને લેખ). ૧૮. ડે. ત્રિભુવનદાસ શાહ પછીથી જૂનાગઢ રાજ્યના ચીફ મેડિકલ ઓફિસર નિમાયા હતા. ૧૯. જ્યકૃષ્ણ દ્રજી ઉચ્ચ કોટિના વનરપતિશાસ્ત્રી હતા. એમના જીવન અને કાર્ય માટે જુઓ
બાપાલાલ ગ. વૈદ્યનું પુસ્તક વનસ્પતિ–શાસ્ત્રી જયકૃષ્ણભાઈ.” ૨૦. ડે. જમનાદાસના અવસાન પછી એમના પુત્ર બાલાભાઈ નાણાવટીએ ૧૯૧૭ માં બે
ભાગમાં આ ગ્રંથ છપાવ્યું છે.