________________
૩૫૮
બ્રિટિશ કાલ
આધારે લખાયાં છે. એદલજી જમશેદજી ખેારીના દુષ્કાળ વિષે નિષ્ણ ધ’(૧૮૮૪) ગુજરાત વર્નાકયુલર સે।સાયટી' માટે લખાયેલે ઇનામી નિબંધ હેાવા છતાં પૂરતા આંકડા અને ઐતિહાસિક પ્રમાણા સાથેનું આધારભૂત પુસ્તક છે. છગનલાલ ઠાકારદાસ મેદીકૃત કિલ્લે ડભાઈનાં પુરાતન કામેા'(૧૮૯૧) બજે`સના અંગ્રેજી -ગ્રંથનું ભાષાંતર છે, પણુ મૂળ ગ્રંથમાંનાં તમામ ચિત્ર આમાં પણ અપાયાં હોઈ અભ્યાસ-દૃષ્ટિએ મૂલ્યવાન છે. પરમાનંદદાસ ભેળાભાઈ પારેખ-કૃત લંકાના ઇતિહાસ’(૧૮૯૩) અંગ્રેજીને આધારે લખાયા છે અને લક્ષ્મીશંકર મારારજી ભટ્ટ—કૃત ‘પ્રાચીન ભારત'(૧૮૯૮) રમેશચંદ્ર દત્ત-કૃત ‘એશિયન્ટ ઇન્ડિયા'
અનુવાદ છે.
સેારાબજી મંચેરજી દેસાઈએ પારસી અટા અને નામે’(૧૮૯૧) વિશે રસપ્રદ પુસ્તક લખ્યું છે અને ‘ત્તારીખે નવસારી’(૧૮૯૭) નામથી પેાતાના વતન નવસારીના ઇતિહાસ આલેખ્યા છે.
કમળાશંકર ત્રિવેદી-કૃત ઇંગ્લૅન્ડમાં સુધારાને ઇતિહાસ’’ (૧૮૯૭) બકલકૃત હિસ્ટરી ઑફ સિવિલાઇઝેશન ઇન ઇંગ્લૅન્ડ'ને આધારે તૈયાર થયા હતા. ‘ગુજરાતનેા પ્રાચીન ઇતિહાસ’(૧૮૯૮) અને ‘ગુજરાતને અર્વાચીન ઇતિહાસ (૧૮૯૮) વિદભાઈ હાથીભાઈ દેસાઈએ બોમ્બે ગૅઝેટિયયર, ગ્રંથ ૧, ભાગ ૧’ ને આધારે લખ્યા હતા. જમિયતરામ શાસ્ત્રી-કૃત ‘જગતના અર્વાચીન ઇતિહાસ' (૧૮૯૬), મહેબૂમિયાં ઇમામળક્ષ કાદરી–કૃત ‘મુસલમાનાની ચડતીપડતીનેા તિહાસ’(૧૯૦૬), નના મિયાં રમિયાં-કૃત ઇસ્લામના ભરતી-એટ’(૧૯૦૭) અને કરીમઅલી નાનજીઆણી-કૃત ‘મરાઠી સત્તાનેા ઉદય' (૧૯૦૮) અંગ્રેજીને આધારે લખાયા છે. નવનીતરાય નારાયણભાઈ મહેતાએ દેવદત્ત ભાંડારકર-કૃત અલી હિસ્ટરી ઑફ ડેક્કન'નું ભાષાંતર ‘દક્ષિણના પૂર્વી સમયના ઇતિહાસ’ (૧૯૦૮) એ નામથી કર્યું છે અને અતિસુખશાંકર ત્રિવેદીએ યુરોપના સુધારાના ઇતિહાસ” (૧૯૧૩) ગીઝાના અંગ્રેજી પુસ્તકને આધારે આપ્યા છે.
સમાજવિદ્યાઓમાં મુંબઈના અગ્રણી તખીબ સમાજસેવક અને ડૉ, ભગવાનલાલ ઈંદ્રજીને એમના ઐતિહાસિક સ ́શેાધનકાર્યમાં સહાય અને ઉત્તેજન આપનાર ડૉ. ભાઉ દાજી લાડનું ‘સ્ત્રીબાળહત્યા’(૧૮૪૮) પુસ્તક દીકરીને દૂધપીતી કરવાના દુષ્ટ રિવાજના ઇતિહાસ આપી એને દૂર કરવાનાં આવશ્યકતા અને ઉપાયા સૂચવે છે. ઉત્તમરામ પુરુષાત્તમને કડવા નિબંધ’(૧૮૫૯) કડવા પાટીદાર જ્ઞાતિના ઇતિહાસ અને તત્કાલીન સ્થિતિ તથા રીતરિવાજ વવે છે. વ્યારામ ડાહ્યાભાઈનું ગુજરાતીની સ્થિતિ’(૧૮૮૪) વિશેનું પુસ્તક સમાજશાસ્ત્રીય અગત્યનું