________________
-૩૯૬
બ્રિટિશ કાલ પ્રવાસ-સાહિત્યમાં વિવિધ દષ્ટિએ યાદગાર છે. એના લેખક ઘેરાજીના મેમણ હતા. અને દક્ષિણ આફ્રિકામાં કેપટાઉનમાં વેપાર અર્થે સ્થાયી થયેલા હતા, ૧૮૮૭ થી ૧૮૯૫ સુધીમાં એમણે ત્રણ લાંબા પ્રવાસ કર્યા; પહેલા પ્રવાસમાં તેઓ આફ્રિકા અરબસ્તાન મિસર સીરિયા જેરુસલેમ અને તુ ફર્યા; બીજા પ્રવાસમાં ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ ચીન જાપાન, ત્યાંથી યુનાઇટેડ સ્ટેટ્સ, ત્યાંથી હેલૅિન્ડ બેલ્જિયમ ફાન્સ જર્મની ને સ્વીડન થઈ યુરોપીય રશિયા, ત્યાં જતાં પલેન્ડ ઑસ્ટ્રિયા હંગરી, ત્યાંથી સ્વિલ્બરલેન્ડ ઇટલી પેન ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ થઈ માતૃભૂમિ ભારત આવ્યા. આ પછી ત્રીજી સફરમાં મુંબઈથી મસ્કત, ત્યાંથી બસરા બગદાદ મોસલ, પ્રાચીનનગર નિનેહ થઈ આખું ઈરાન ફરી, બેબિલોનનાં ખંડેર જઈ, ભારત પાછી આવી, આખો સ્વદેશ ખૂંદી વળી કેપટાઉન ગયા, આ સઘળી મુસાફરીને વૃત્તાંત “પૃથ્વીની પ્રદક્ષિણ ભાગ-૧ માં છે. એ પછી સાત વર્ષ ૧૯૦૨ માં લેખક રખડપટ્ટીએ નીકળ્યા. એમાં પિટુંગાલ પાસેના મદિરા-ટાપુઓ, સ્કોટલેન્ડ હેમરફેસ્ટ
અને ઉત્તર ધ્રુવ નજીકનાં અન્ય સ્થળો, ત્યાંથી મોઢે થઈ એશિયાઈ રશિયા, ' તાત્કંદ૧૩ અને કંદ, બેફરસની સામુદ્રધુનીમાં થઈ તુર્કસ્તાન એશિયા-માઈનર
અંકારા સ્મન ગ્રીસ અને મિસરના પુરાતન અવશેષ જોઈ, એડન થઈ માતૃભૂમિ હિંદના કિનારે મુંબઈ, ત્યાંથી અમદાવાદમાં ૧૯૦૨ માં સુરેન્દ્રનાથ બેનરજીના પ્રમુખપદે મળેલા કોંગ્રેસ-અધિવેશનમાં હાજરી આપી, આબુ જઈ, પાછા વળતાં સિદ્ધપુર રોકાઈ, તા. ૨૫ મે, ૧૯૦૩ ના રોજ ભારે હૈયે મુંબઈથી માતૃભૂમિને કિનારા છોડી, ઝાંઝીબાર રોકાઈ તા. ૨૫ નવેમ્બર ૧૯૦૩ ના રોજ કેપટાઉન પહોંચ્યા. આ બધે વૃત્તાંત “પૃથ્વીની પ્રદક્ષિણા, ભાગ ૨' : ઉત્તર ધ્રુવથી ખાટુંમ'માં મળે છે. લેખકની અવલોકનશક્તિ અને જ્ઞાનપિપાસા સતેજ છે અને ઘણાં વર્ષ પરદેશ રહેવા છતાં એમને ગુજરાતી ભાષા ઉપર કાબૂ સારો છે. બંને ભાગોમાં પુષ્કળ ચિત્ર છે. આવું બૃહદ્ પ્રવાસ–પુસ્તક ગુજરાતી ભાષામાં વિરલ છે.
કવિ કલાપ”-કૃત કાશ્મીરને પ્રવાસ (૧૯૧૨) ગુજરાતી પ્રવાસસાહિત્યમાં સીમાચિહ્યું છે અને માત્ર સત્તર વર્ષની તરુણ વયે થયેલું એક કવિ પ્રકૃતિપ્રેમી સ્વદેશભક્ત સહૃદય મુગ્ધ પ્રણયનું એ લેખન, કહે કે, સર્જન છે. “કલાપી'નું અતર્ગત રસવિશ્વ કાશ્મીરના પ્રકૃતિસૌંદર્ય સાથે એટલું તાદામ્ય અનુભવે છે કે આ પ્રવાસવર્ણનનું બીજું નામ તેઓ “સ્વર્ગનું સ્વપ્ન” એવું આપે છે. એમાં ગંભીરતા સાથે વિદ, સુષ્ટિલીલાનાં વર્ણને સાથે દેશભક્તિ અને સમાજ- જીવનના કેટલાયે આનુષગિક વિયેને લગતા વિચાર ઓતપ્રોત છે.
બાળાશંકર ઉલ્લાસરામ કંથારિયા-કૃત “મા પલેને પ્રવાસ' (૧૮૯૮) અને