________________
સાહિત્ય
લ
ભવાઈની ભરપૂર અસરવાળા હાસ્યરસ દ્વારા આમાં લેખકે ખાધ આપવા પ્રયત્ન કર્યો છે. એને સારાંશ એ છે કે અન્યાય અધર્મી અને ચાડિયાપણાથી ધન પેદા કરવું નહિ. દલપતરામનું ખીજું નાટક ‘મિથ્યાભિમાન'(૧૮૬૯) સંસ્કૃત નાટચરીતિ અને ભવાઈના લેાકનાટયનેા આકર્ષીક સમન્વય સાધે છે અને જીવરામ 'ભટ્ટના પાત્ર દ્વારા મિથ્યાભિમાનની વિફળતાના ખેાધ આપે છે. રમણભાઈ નીલક’ઠના ‘ભદ્રં ભદ્ર' (૧૯૦૦)ની જેમ જીવરામ ભટ્ટનુ પાત્ર ચિર ંજીવ રહેશે. ૧૯૨૨ સુધીમાં એ નાટકનાં આઠ પુનર્મુદ્રણુ થયાં એ એની અસાધારણ લોકપ્રિયતા બતાવે છે.
ગુજરાતના સમર્થ આદિ નાટયકાર ગણાયેલા રણછેાડભાઈ ઉદયરામ દવે (૧૮૩૭–૧૯૨૩)કૃત ‘જયાકુમારીના વિજય’(૧૮૬૨), ‘લલિતાદુ:ખદ ક' (૧૮૬૬) આદિ નાટકાનેા સુધારક હેતુ સ્પષ્ટ છે. ‘વિદ્યાવિજય' ‘કજોડાંદુઃખદ'ક' ‘કન્યાવિક્રયખંડન' સુધારા દિગ્દર્શક' ત્રાસદાયક તેરમાં દુઃખદર્શીક’ ‘મદ્યપાન દુઃખદર્શીક’ ‘સ્વયંવર સ્વરદય’ આદિ પ્રારંભ-કાલનાં સંખ્યાબંધ નાટકાએ લોકશિક્ષણ ને સુધારાના યુગધર્મની જ પાતે એનું વાહન કે પ્રચારસાધન બની સેવા કરી છે.કે આપણા અભ્યાસવિષય કાલખંડના લગભગ અંતે રચાયેલુ રમણુભાઈ નીલક’-કૃત ‘રાઈના પર્યંત’(૧૯૧૩) વિરલ સાહિત્યિક ગુણવત્તા અને વિશિષ્ટ તખ્તાલાયકી૪ ધરાવતું ઢુવા સાથે એના કર્તાની દૃઢ ઈશ્વરશ્રદ્ધા સાથે સમાજસુધારક તરીકેની ઊ'ડી દાઝ વ્યક્ત કરે છે,
લલિતતર વાડ્મય અને એના મુખ્ય વિષય
નવી કેળવણીના પરિબળને પરિણામે–એ કેળવણીના સાધનરૂપે તેમજ એની પ્રેરણાથી વિવિધ વિષયે માં જે લલિતેતર વાડ્મય વિકસ્યું તેનું, બને ત્યાંસુધી કાલાનુક્રમિક, વિહંગાવલેાકન અહી કરીએ, એમાં જે ગ્રંથાર્દિને નિર્દેશ થાય તે એ વિષયેની ક્રાઈ સ`ગ્રાહી સૂચિ તરીકે નહિ,પ પણ પ્રસ્તુત નિરૂપણુની પુષ્ટિ માટે કેવળ ઉદાહરણરૂપ ઉલ્લેખ તરીકે ગણવાનેા છે.
નવી કેળવણીના વિતરણ માટે સૌ પહેલાં તા કાચાં-પાકાં પાઠચ-પુસ્તક પ્રગટ થયાં. મરૈના અંગ્રેજી વ્યાકરણને ગુજરાતી તરજૂમેા અરદેશર બહેરામજી લશ્કરીએ મુંબઈમાં ૧૮૨૨ માં છપાવ્યા હતા. અમદાવાદની પુસ્તક વૃદ્ધિ કરનાર મ`ડળી'એ ૧૮૪૭ માં છાપેલી ‘સંસાર વહેવાર' નામે ચાપડીમાંથી એ સમયની કેળવણી અને એના વિષયાને સામાન્ય ખ્યાલ આવે છે. ગણપતરામ રાજારામ ભટ્ટ—કૃત ભરૂચ જિલ્લાની કેળવણીના ઈતિહાસ' (૧૮૭૭) પદ્યમાં રચાયેક છે અને એ આ પ્રકારની માહિતી માટે રસપ્રદ છે.