________________
સાધન-સામગ્રી
ખંભાતનું રાજ્ય, નારુકાટનું રાજ્ય અને માહિતી આપીને એમાં તે તે રાજ્યના એમાં ખેંમ્બે ગેઝેટિયર'ના ગ્રંથ ૫–૮ ના
૧૧
કાઠિયાવાડ એજન્સીનાં રાજા વિશે ઇતિહાસની ય રૂપરેખા આલેખી છે. ધણે લાભ લેવાયા છે.
શ્રી એદલજી ડાસાભાઈએ ‘રાસમાલા,' ‘ખામ્બે ગૅઝેટિયર' વગેરેના આધારે અંગ્રેજીમાં ગુજરાતને વિસ્તૃત ઇતિહાસ તૈયાર કર્યો, જે ૧૮૯૪ માં પ્રસિદ્ધ થયેા. એમાં ભાગ ૪નાં પછીનાં પ્રકરણામાં ૧૮૧૮ થી ૧૮૯૩ સુધીની અનેક અગત્યની રાજકીય તથા સાંસ્કૃતિક ઘટનાઓ નિરૂપાઈ છે.
નવી નવી પ્રકાશમાં આવેલી સાહિત્યક, આભિલેખિક અને પુરાતત્ત્વીય સામગ્રીના આધારે મુબઈ ઇલાકાના ગેઝેટિયરના ગ્રંથ ૧ ના ભાગ ૧ તરીકે અંગ્રેજીમાં તૈયાર થયેલા ગુજરાતના ઇતિહાસ (૧૮૯૬) એ વિષયના ગ્રંથામાં આદ્ય પ્રમાણિત ગ્રંથ તરીકે અનેાખી ભાત પાડે છે, પરંતુ એમાં બ્રિટિશ કાલના ઇતિહાસમાં માત્ર ૧૮૫૭-૫૮ ની અતિહાસિક ઘટના જ નિરૂપવામાં આવી છે. બ્રિટિશ સરકારની સિવિલ સર્વિસમાં રહેલા અધિકારીએ નિરૂપેલેા એ વૃત્તાંત સરકારી દૃષ્ટિથી લખાયા છે.
પરંતુ ખમ્બે ગેઝેટિયરના ગ્રંથા પરથી શ્રી ગાવિંદભાઈ હાથીભાઈ દેસાઈએ ગુજરાતીમાં જે સંક્ષિપ્ત ઇતિહાસ તૈયાર કર્યા તેના ભાગ ૨(૧૮૯૮)માં બ્રિટિશ રાજ્યકાલને લગતા ખાસ વિભાગ અપાયા છે, જેમાં ૧૮૨૦ થી ૧૮૯૭ સુધીના ઇતિહાસની રૂપરેખા આલેખી એ કાલનાં રાજ્યકારભાર લાકસ્થિતિ વગેરેના પણ ખ્યાલ આપવામાં આવ્યા છે.
દરમ્યાન કચ્છ, વડાદરા રાજ્ય, જમવ'શ, અમદાવાદ, સુરત, નવસારી, ભરૂચ વગેરેના સ્થાનિક ઇતિહાસને લગતાં કેટલાંક પુસ્તક પ્રગટ થયાં. એમાં શ્રી મગનલાલ વખતચંદે અમદાવાદની ગુજરાત વર્નાકયુલર સેાસાયટી (અત્યારે ગુજરાત વિદ્યાસભા)ના ઇનામી નિબંધ તરીકે લખેલા ‘અમદાવાદના ઇતિહાસ' (૧૮૫૦)માં એ નગરના આ કાલના ઇતિહાસના પણ સમાવેશ થાય છે, જે સ્થાનિક ઇતિહાસ માટે અદ્યાપિ ઉપયાગી નીવડે છે.
સુરતના વતની શ્રી નર્મદાશંકર લાલશંકરે ૧૮૬૬ માં ‘સુરતની મુખતેસર હકીકત' પ્રગટ કરી. એમાંની ૧૮૦૦-૧૮૬૫ ની બાબત આ કાલની ઐતિહાસિક ઘટનાએ તથા સામાજિક પરિસ્થિતિ માટે ઉપયોગી છે. એ પછી ૧૮૯૦ માં શ્રી એદલજી બરજોરજી પટેલની ‘સુરતની તવારીખ' પ્રકાશિત થઈ, જેમાં ૧૮૦૦ થી ૧૮૯૦ સુધીની અનેક અગત્યની ઘટનાઓ નિરૂપાઈ છે.