________________
૩૬૦
ગુજરાતી ભાષા બેલીઓ અને લિપિ ૧. કછી બેલી
હકીકતમાં તે સિંધમાંથી લગભગ દસમી સદીથી સમા રાજપૂત અને બીજી જ્ઞાતિઓ પણ આવતી થઈ ત્યારથી સિંધમાં જેમ વાચડ અપભ્રંશમાંથી સિંધીને ભાષા તરીકે વિકાસ થયે તે પ્રમાણે સમાંતર રીતે કચ્છીને પણ વિકાસ થશે. કરછના વાગડ ભૂભાગને અપવાદે કરછની તળભૂમિમાં બોલીભેદે કચ્છી જ વપરાય છે. રાજવંશ જાડેજા રાજપૂત હેવાને કારણે કરછની પ્રધાન બોલી “જાડેજી” છે. એનું સાહિત્ય મૌખિક પરંપરામાં રહેવાને કારણે એને “ભાષાને દરજજો ન મળ્યો, આમ છતાં એ “રાજભાષા' તરીકે કરછની મુખ્ય બોલી રહી અને એના સંસ્કારમાં વિકસેલી બીજી સેળ જેટલી બોલી પ્રચારમાં આવી. આમાં માંડવીના ઓસવાળામાં બે પ્રકાર છે અને ઉત્તર ભારતમાંથી આવેલા કાયસ્થાની ઉત્તરના સંસકારવાળી કાયસ્થી કરછી પણ વિકસી આવી. મુખ્યત્વે સૌરાષ્ટ્રમાંથી રાજ્યની સેવામાં નાગર બ્રાહ્મણ (ગૃહસ્થ અને એમના પુરોહિતે) આવતા થયા ને મુખ્યત્વે ભૂજ અંજાર માંડવી મુંદ્રા વગેરેમાં સ્થિર થયા એને કારણે ઘરમાં સૌરાષ્ટ્રિય નાગરી ગુજરાતી બેલીનું ચલણ રહ્યું, છતાં જાડેજી બેલીને પટ લાગે ને એણે પણ એક બેલીનું સ્થાન લીધું. વાગડ(૨૭)માં તે મુખ્યત્વે આહીરની અને ઉત્તર ગુજરાતમાંથી આવેલા રાજપૂતોની વસ્તી હોવાથી ત્યાં ઉત્તર ગુજરાતની બેલી” વ્યાપક બની અને હજી પણ છે.
કચ્છમાંથી મુખ્ય ભાટિયા મેમણ ખજા મિયાણા મુસ્લિમ-સિંધી સાછીમાર વાઘેર વગેર સૌરાષ્ટ્રને હાલાર અને સોરઠ(અત્યારના જામનગર રાજકેટ અને જૂનાગઢ જિ૯લાઓ)માં આગળ વધ્યા, જેઓ કરછી પિતાના આંતરિક વ્યવહારમાં પ્રયોજે છે.
કરછની મુખ્ય અને વિવિધ જ્ઞાતિગત પેટા બોલીએને “ગુજરાતી” સાથે સીધે સંબંધ નહિ હેવાથી એના ઉચ્ચારણ તેમજ ભાષાકીય નમૂનાઓ વિશે અહીં કશું આપવામાં આવ્યું નથી.
અહીં પ્રાદેશિક બોલીઓની પ્રથમ ઉચ્ચારણગત વિશિષ્ટતાઓ તારવવાને પ્રયત્ન છે. ૨. ઉત્તર ગુજરાતની બેલીઓ અ. સવારે ચારણમાં અંત્ય એકારનું અતિ હરવ ઉરચારણ; જેમકે “આવશિ - “ખાશિ” “થાશિ વગેરે આ. અનંત્ય દિશામાં એકારનું વિવૃતપણું: “બેંસિ પેસિદ્ધિ ઇ. દીર્ઘ ઈ-ઊનાં પ્રાયઃ હસ્વ ઉચ્ચારણ ૨૪